Posts

Showing posts from July, 2020

પરમેશ્વર જાતે બચાવવા આવ્યા...

આજે વાર્તા થકી  શિક્ષણ,,,,,              એકવાર સમ્રાટ અકબરે બીરબલને પૂછ્યું , "ખ્રિસ્તીઓ કેમ કહે છે કે પરમેશ્વર પોતે આ પૃથ્વી પર તેમને બચાવવા આવ્યા છે ? જો તે ઈશ્વર હોય તો તેણે  પોતે પોતાના લોકોને બચાવવા પૃથ્વી પર આવવાની શી જરૂર હતી ?તે સ્વર્ગદૂતોને મોકલી શક્યા  હોત .જો ઈશ્વર સર્વશક્તિમાન હોય તો આ પૃથ્વી પર જાતે આવવાને બદલે કોઈ બીજી વ્યવસ્થા કરી શક્યા  હોત ."           બીરબલે કહ્યું ,"મહારાજ ,યોગ્ય સમય આવશે ત્યારે હું આનો જવાબ આપીશ .            એક દિવસ સમ્રાટ અકબર પોતાની મહારાણી ,નાનો  રાજકુમાર ,સૈનિકો ,મંત્રીઓ ,તથા બીરબલ સાથે નૌકા વિહારનો આનંદ લઈ રહ્યા હતા ,ત્યારે અચાનક બીરબલે મહારાણી પાસેથી નાના રાજકુમારને ખેંચી નદીમાં ફેંક્યો .અચાનક આવું થવાથી કોઈની સમજમાં કશું પણ ન આવ્યું ,પણ અકબર બાદશાહ પોતાના બાળકને બચાવવા નદીમાં કૂદી પડ્યો અને કુંવરને બચાવ્યો .           નાવ  પર ચઢતાજ ક્રોધમાં અકબરે કહ્યું ,આ કેવી મજાક હતી ,બીરબલ ?રાજકુમારને કાંઈ...