કથાકાર ફાધર ઈગ્નાસ કાનીસના મૃત્યુ પ્રસંગે...
પ્રથમ ખ્રિસ્તી કથાકાર ઇગ્નાસ કાનીસની કથા હું સિંહ છું, સિંહ હતો, અને સિંહ જ રહેવાનો છું. - આ શબ્દો બોલવાની હિંમત જોઈએ. ખૂબ જ સારી અને અનુકૂળ પરિસ્થિતિમાં જ નહીં પણ સાવ વિપરીત સંજોગો અને વેદનામય અનુભવોમાં પણ આવી ખુમારી રાખવી સહેલી નથી હોતી. એક પગમાં ગેંગરીન થતા અમુક ભાગ કાપવો પડ્યો હોય ; ચાલવાનું મુશ્કેલ બન્યું હોય અને ફરી પાછું બીજા પગમાં પણ ગેંગરીન થાય અને ચાલવું અઘરું જ નહીં અસંભવ બની જાય, ત્યારે પણ વ્હીલચેરમાં બેસીને હું સિંહ જ રહેવાનો... જેવી ગર્જના કરી શકવાને સામર્થ્યવાન એટલે ઇગ્નાસ કાનીસ, કથાકાર ઇગ્નાસ કાનીસ. મરીયમપુરા,પેટલાદમાં શરૂઆતના વર્ષો બાદ ઇસુસંઘમાં જોડાવા ઇગ્નાસ કાનીસ અમદાવાદ પહોંચી ગયા. રમૂજી સ્વભાવના કારણે સહુ કોઈના અસ્તિત્વને હસું હસું બનાવી મૂકે. કોઈ પણ જાતના માનસિક કે ભાવાત્મક બોજ વગરનું જીવન એમની જીવવાની રીત. યુવાનો, બાળકો, પુખ્ત વ્યક્તિ કે જૂથના તેઓ સહેલાઈથી મિત્ર બની જાય. તેઓ ઉમેદવાર હતા ત્યારથી જ યુવાનો માટે રજાઓમાં વ્યક્તિત્ત્વ શિબિરનું આયોજન કરે. આ હલકો-ફુલકો આદમી "માળખા" બહારનો કહી શકાય કારણકે બોલી, રીતભાત અને દર્શનમાં એ ટોળાની બહારનો માણસ લાગે. ક...