ફાધર હેરેદેરોનું સેવાકાર્ય...
ફાધર જોસ મારિયા હેરેદેરો વંચિતો, દલિતો નાં સાચા હામી, ગુજરાત ને પોતાની કર્મ ભૂમિ બનાવી BSC સંસ્થા ના માધ્યમ થી ગુજરાત માં દલિત ચળવળ ની શરૂવાત કરી, દલિતો, વંચિતો માં આર્થિક શધરતા ન હોવા નાં કારણે શોષણ નો ભોગ બને છે એવું એમના ધ્યાને આવ્યું આથી ભાલ વિસ્તારમાં સરકારી પડતર જમીન નો ખેડૂત મંડળી ઓ બનાવી સરકાર પાસે માગવા માં આવી જેમાં ગાંડા બાવળ વાવી તેમાંથી કોલસા બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આથી રોજગારી ની નવી તકો ઉભી કરી દલિતો ને પગભેર કર્યાં, જુદી જુદી ટ્રેનિંગો, ગામ ની મીટીંગો દ્વારા પોતાના બંધારણીય હકકો વિશે માહિતી ગાર કર્યાં જેના થી વય ચારિક ક્રાંતિ આવી, પહેલા કોઈ મારે કે શોષણ કરે તો એને એમનો હક ગણવા માં આવતો , પણ ટ્રેનિંગો બાદ આ તો શોષણ કહેવાય એની સામે કાયદા કીય પગલાં લેવા પડે એ સમજાયું, દલિતો નો સર્વાંગી વિકાસ થાય એ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગારી દરેક શેત્રે કામ કર્યું, ગોલાણા હત્યાકાંડ માં સરુવાત થી સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી , અત્યાચારી માનસિકતા ધરાવતાં મનુવા દી ઓ ને ન્યાય નો પરચો બતાવ્યો. હાલ માં ૯૧ વર્ષ ની જૈફ વયે પણ એક...