પરમેશ્વર જાતે બચાવવા આવ્યા...

આજે વાર્તા થકી  શિક્ષણ,,,,,
             એકવાર સમ્રાટ અકબરે બીરબલને પૂછ્યું , "ખ્રિસ્તીઓ કેમ કહે છે કે પરમેશ્વર પોતે આ પૃથ્વી પર તેમને બચાવવા આવ્યા છે ? જો તે ઈશ્વર હોય તો તેણે  પોતે પોતાના લોકોને બચાવવા પૃથ્વી પર આવવાની શી જરૂર હતી ?તે સ્વર્ગદૂતોને મોકલી શક્યા  હોત .જો ઈશ્વર સર્વશક્તિમાન હોય તો આ પૃથ્વી પર જાતે આવવાને બદલે કોઈ બીજી વ્યવસ્થા કરી શક્યા  હોત ."
          બીરબલે કહ્યું ,"મહારાજ ,યોગ્ય સમય આવશે ત્યારે હું આનો જવાબ આપીશ .
           એક દિવસ સમ્રાટ અકબર પોતાની મહારાણી ,નાનો  રાજકુમાર ,સૈનિકો ,મંત્રીઓ ,તથા બીરબલ સાથે નૌકા વિહારનો આનંદ લઈ રહ્યા હતા ,ત્યારે અચાનક બીરબલે મહારાણી પાસેથી નાના રાજકુમારને ખેંચી નદીમાં ફેંક્યો .અચાનક આવું થવાથી કોઈની સમજમાં કશું પણ ન આવ્યું ,પણ અકબર બાદશાહ પોતાના બાળકને બચાવવા નદીમાં કૂદી પડ્યો અને કુંવરને બચાવ્યો .
          નાવ  પર ચઢતાજ ક્રોધમાં અકબરે કહ્યું ,આ કેવી મજાક હતી ,બીરબલ ?રાજકુમારને કાંઈ  થઇ ગયું હોત  તો ?
          બીરબલે નમ્રતાથી જવાબ આપ્યો ,"માફ કરજો મહારાજ ,મેં રાજકુમારને નહીં પણ તેના જેવા દેખાતા પૂતળા ને નદીમાં ફેંક્યું હતું ,જેને બચાવવા આપ નદીમાં કુદયા હતા .અકબરે રાહતનો શ્વાસ લીધો ને કહ્યું ,તે સમ્રાટ અકબર સાથે આવો મજાક કરવાની જરૂરત કેવી રીતે કરી ?
   બીરબલે શાંતિથી જવાબ આપ્યો ,"મહારાજ ,શાંત થાવ .મને એ કહો કે તમે રાજકુમારને બચાવવા જાતે નદીમાં કેમ કૂદી પડ્યા ?તમે તો સમ્રાટ છો ,સૈનિકોને આદેશ કર્યો હોત  તો તેઓ નદીમાં કૂદીને કુમારને બચાવી લેત .પણ તમે જાતે કૂદી પડ્યા ?કેમ?
       સમ્રાટ કહે ,કેવી વાત કરે છે ?હું મારા પુત્રને ખુબજ પ્રેમ કરું છું ,મારા જીવ કરતા પણ વધુ .એટલે સૈનિકોને આદેશ આપવા કરતા હું જાતેજ નદીમાં કૂદીને તેને બચાવી લઉં એજ યોગ્ય હતું .
      બીરબલે હસીને કહ્યું ,મહારાજ ,"તમારા પેલા દિવસના પ્રશ્નનો ઉત્તર આજ છે .જેવી રીતે આપ આપના  પુત્રને ખુબજ પ્રેમ કરો છો ,અને તેને બચાવવા જાતે નદીમાં કૂદી પડ્યા .તેવીજ રીતે પરમેશ્વર પણ પોતાના પુત્રોને ખુબજ પ્રેમ કરે છે અને તેઓને પાપથી બચાવી લેવા માટે આ ધરતી પર જાતેજ આવ્યા .
       અકબરને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો.

      "શું તમને મળ્યો ?---------"

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26