Posts

Showing posts from October, 2021

*ગુજરાતના સ્પેનિશ ઈસુસંઘી શ્રેણી*

Image
*પ્રસ્તાવના* *હરિનો મારગ છે શૂરાનો* *નહિ કાયરનું કામ જોને.* આ પ્રખ્યાત ગુજરાતી ભજનને પોતાના જીવન વડે ચરિતાર્થ કરનાર સ્પેનિશ ઈસુસંઘી ફાધરોના પુનિત ચરણોને લાખ લાખ વંદન. *ગુજરાતમાં સ્પેનિશ મિશનરીઓ આગમનને સો વર્ષ પુરા થાય છે ત્યારે પ્રભુનો ખુબ ખુબ આભાર માનીએ, કારણ કે તેમણે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ આપી છે.*  ગુજરાત ખાતે કેથોલિક ધર્મસભાના પ્રારંભમાં સ્પેનિશ મિશનરીઓએ ધર્મસભાના ઘડતર અને પ્રસાર માટે ખૂબ પરસેવો અને લોહી વહાવ્યા છે. *શિક્ષણ, સમાજસેવા, તબીબીસેવા, સામાજિક ઉત્થાન અને માનવ અધિકારો સહિત માનવીને માનવ તરીકે ગૌરવ આપવાની સાથે એની સંસ્કૃતિ અને સામાજિક અસ્મિતાના જતનનું કામ મિશનરીઓએ કર્યું છે.* આજે ગુજરાતનો ઈસુસંઘ ભગવાન ઈસુના શુભસંદેશને ગરવી ગુજરાતની ભૂમિમાં ફેલાવનાર સેવાના સમર્પિત ભેખધારી મિશનરીઓના આગમનના સો વર્ષ ઉજવે છે. ગુજરાત ઈસુસંઘના ઇતિહાસમાં તેમનું યોગદાન બહુમૂલ્ય છે. તેની સૌએ કદર અવશ્ય કરવી જોઈએ. *આપણા પ્રભુ ઈસુ સૌ સ્પેનિશ મિશનરીઓને હજારગણો બદલો આ જીવનમાં અને આવનાર જીવનમાં વાળી આપે એ જ દિલથી પ્રાર્થના.*   હું આ શ્રેણીમાં ગુજરાત ઈસુસંઘના ભૂતકાળના પાસાંને આવરી લઈ *ભૂતકાળન...