Posts

Showing posts from February, 2021

ઊટ કેરા વાળના કપડા અંગે ચામડાનો પટ્ટો કમરની સંગે

 *આગમન ઋતુનો ત્રીજો રવિવાર*   દૂરના એક અંતરિયાળ પ્રદેશમાં દરેક બાબતમાં વિકાસની તંગી વર્તાતી. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક બાબતોમા તો આ પ્રદેશ ખુબ જ પછાત.  આ પ્રદેશમાં એક શૈક્ષણિક અને સામાજિક સંસ્થા દ્વારા એક બોર્ડિગ - સ્કૂલ ખોલવામાં આવી. અહીંયા છોકરા- છોકરીઓને ધોરણ ૧ થી ૧૨ સુધી શિક્ષણ અપાતું.  બાળકોને દુર દુરના ગામડામાંથી બોર્ડિંગમાં લાવવામાં આવતા. માનવીની પાયાની વિવિધ જરૂરિયાતો છે જેમ કે ખોરાક, કપડાં, અને  પાણી બાળકોને મફત પુરા પાડવામાં આવતા.  બાળકોને પુરી પડાતી પાયાની આ જરુરીયાત દ્વારા સંસ્થા એક મહત્વનો હેતુ સર કરવા માગતી હતી અને તે હતું શિક્ષણ. આ શિક્ષણ થકી સમાજમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક અને વિવિધ કાર્યક્ષેત્રના વિદ્યાર્થીઓ પેદા થાય તે માટે તેઓ પુરા તન અને મનથી કાર્ય કરતા.   એક વખત બનેલા આ ઘટના છે. કોઈ પ્રસંગસર સંસ્થાના ઉપરી, શિક્ષકગણ અને લગભગ ૯૦૦ જેટલા બાળકો એક મોટા હોલમાં ભેગા મળ્યા. શિક્ષણના વિવિધ પાસાઓ કે જેમા તેને લગતા પ્રશ્નો અને તેના ઉકેલને લગતી બાબતોની ચર્ચા થઈ.  છેવટે સંસ્થાના ઉપરીએ અચાનક તેમની સામે બેઠેલા બાળસમુદાયને જણાવ્યું...

*ઈશ્વરની દાસી - માતા મરિયમ

 *આગમન ઋતુનો ચોથો રવિવાર*   વર્ષોથી એક પર્શિયન દંતકથા ચાલી આવી રહી છે. આ દંતકથા મુજબ એક દૂરના દેશના રાજાને પોતાના એક મહત્વના કામ માટે બે વિશ્વાસુ કામદારોની જરૂર હતી. તેણે પોતાના નગરમાં ઢંઢેરો પિટાવ્યો. આમ તો ઘણા લોકો આવ્યા પરંતુ રાજાને પોતાના કામ માટે બે માણસો અનુકૂળ લાગ્યા. તેણે પોતાના પ્રધાનને બોલાવી આ બંને કામદારોના વેતન નક્કી કરી કામ પર રાખવાનો હુકમ કર્યો. બંનેને કામની સોંપણી કરાઈ. રાજા દ્વારા બંને કામદારોને કહેવામાં આવ્યું કે તેમણે મહેલની પાછળના ભાગમાં આવેલા કુવામાંથી ડોલ વડે પાણી કાઢી બહાર રાખેલી વાંસની ટોપલીમાં નાખવાનું છે. તે ત્રણ દિવસ પછી સાંજે આવીને તેમનું કામ તપાસશે. પહેલા તો બંને કામદારોને સમજમાં ન આવ્યું કે શા માટે પાણી બહાર કઢાઇ રહ્યુ છે. કારણ બહાર કાઢેલું પાણી તો વાંસની ટોપલીમાં નાખવાનું હતું જે કાણા મારફતે નકામું વહી જવાનું હતું. વળી રાજાનો હેતુ કુવાનું પાણી ખાલી કરવાનો હતો પણ શા માટે તે પણ સ્પષ્ટ ન હતું.   બન્ને કામદારોએ નક્કી કરેલા દિવસ અને સમય મુજબ સવારે આઠ વાગ્યે કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો હોંશે હોંશે કામ ચાલુ થયું પણ જેમ જેમ બપોર થઇ તેમ તેમ બેમાંથી એ...

બેહતી હવા સા થા વો, ઉડતી પતંગ સા થા વો....

 *સામાન્ય કાળનો ત્રીજો રવિવાર*   *માર્ક ૧: ૧૪-૨૦*  *(1)*   ગ્રીસ દેશમા  સોક્રેટીસ નામે એક તત્વચિંતક થઈ ગયા. તેમને ઝેરનો પ્યાલો આપીને મૃત્યુદંડ અપાયો હતો. તેઓ પોતાના મૌલિક વિચારો માટે જાણીતા હતા. તે વખતની ગ્રીક માન્યતા પ્રમાણે લોકો માનતા કે વિષ્વમા ઘણા દેવ-દેવીઓ છે. પરંતુ સોક્રેટીસ માનતા કે લોકોની માન્યતા ખોટી છે. એક જ દેવ હોઈ શકે તેથી વધુ નહીં.    સોક્રેટીસ દેખાવમાં એટલા આકર્ષક ન હતા પરંતુ તેમની વાતો ચોક્કસ આકર્ષક હતી. યુવાનો તેમની પાછળ દિવાના હતા. તેમને તેમના વિચારો સાંભળવાની મજા આવતી. સોક્રેટીસના વિચારો સાંભળી તે વખતની ગ્રીક સોસાયટીમાં એક ખળભળાટ મચી ગયો. તે વખતના રાજકર્તાઓને લાગ્યું કે એ વ્યક્તિ તેમની પરંપરા ઉપર પાણી ફેરવી દેશે અને તેઓ તેમના તર્ક સામે ટકી શકશે નહીં.   સોક્રેટીસ ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો. તે વખતે કાયદો ઘડનાર અને ન્યાય આપનાર બન્ને એક જ વ્યક્તિઓ હતા. તેમણે સોક્રેટીસને મૃત્યુદંડ દીધો.   એમ કહેવાય છે કે સોક્રેટિસને પ્લેટો નામનો એક શિષ્ય હતો તેણે ઉચ્ચ અધિકારીઓને ફોડી નાખ્યા. સોક્રેટિસને જેલમાંથી ભગાડી દેવાનો પ્લાન ઘડાયો. પ્લાન મ...

ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ.

 *સામાન્ય કાળનો ચોથો રવિવાર* અનુસંહિતા ૧૮: ૧૫-૨૦    ૧ કરિંથ ૭:૩૨-૩૫     માર્ક ૧:૨૧-૨૮  તે પ્રસંગને સાતેક વર્ષ વીતી ગયા છતાંય આજે પણ મનમા એટલો જ તરોતાજા છે. વાત છે મારા બાઇબલ અંગેના અભ્યાસની. બે વર્ષ અમારે બરોડાના સેવાસી મુકામે આવેલ ગૂજરાત વિદ્યા દિપમાં જ્યારે ત્રીજુ વર્ષ પુનામા રહીને અભ્યાસ કરવો પડતો.  કાર્યક્રમ મુજબ અમે પુનાની જ્ઞાનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે પહોંચ્યા. ઘણા વિષયો ભણાવવામાં આવતા. તેમાંનો એક વિષય હતો “પયગંબરો”. આ વિષય ભણાવવાનું શરૂ થયો તે પહેલાં અમારા વિદ્યાર્થીગણમાં તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ઘણી બધી વાતો થકી તે વિષય અંગે હકારાત્મક વાતાવરણ ઊભું થયું, જેમકે ‘ખૂબ જ સુંદર વિષય છે.’ ‘જુના કરારમાં પયગંબરની પ્રથા કેમની શરૂ થઇ’ ‘દરેક પયગંબરે એ વખતની સમાજ વ્યવસ્થામાં પોતાનો શો ફાળો આપ્યો છે’ વગેરે વગેરે. સાથે સાથે અમને ભણાવવા આવનાર પ્રોફેસર અંગે પણ ચર્ચા થઈ. મોટાભાગના કહેતા કે, “પ્રોફેસર પર ખૂબ જ જ્ઞાની છે. તેમની પાસે આ વિષય અંગે વિશાળ માહિતી છે” “વળી આ એક જ સમય છે જ્યાં કોઈપણ વિદ્યાર્થી તેમના ક્લાસ છોડીને જતું નથી કારણ તેનું શિક્ષણ ખૂબ જ રસપ...

તુ ભગવાનને શોધી નહી શકે પણ ભગવાન તને શોધી લેશે

 *સામાન્ય કાળનો પાંચમો રવિવાર* યોબ ૭ :૧-૪ ૬-૭ ૧            કરિંથ ૯:૧૬-૧૯ ૨૨-૨૩              માર્ક ૧: ૨૯-૩૯   યોબનો ગ્રંથ જ્ઞાનસાહિત્યમા લખાયેલો પહેલો ગ્રંથ છે. આ ગ્રંથમાં “દુઃખનું મૂળ શું???” એ બાબતને ઊંડાણથી સમજાવવામાં આવેલું છે. યોબ એક પુણ્યશાળી વ્યક્તી છે છતાં એને માથે એક પછી એક દુ:ખ ઉતરે છે.  તે પોતાની માલમિલકત સંપત્તિ બધું જ ગુમાવ્યા પછી એક ભયંકર રોગનો ભોગ બને છે. આ બધી બાબતે ગર્તામા ડુબેલો યોબ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે. જેમકે.....  *“માણસનું આ પૃથ્વી પરનું જીવન એ સિપાઇગીરી નથી તો બીજું શું છે? એ વૈતરાની જેમ, છાંયડાને માટે ટળવળતા ગુલામની જેમ, વેતનને માટે વલવલતા મજૂરની જેમ સમય ગુજારે છે. શૂન્યતાના મહિનાઓ મારે વિતાવવા પડે છે, અને બેચેનીની રાતો મારે ગુજારવી પડે છે. ઊંઘવા માટે સૂઉં છું અને જાગવા માટે  ઝૂરું છું. જાગુ છું ત્યારથી અંધારું થાય ત્યાં સુધી, સુખચેન વિના, સાંજ ક્યારે પડે તેને માટે તલસુ છું.”* યોબના સમયમા લખાયેલુ આ જ્ઞાન તે સમય પુરતુ જ સિમીત રહેતુ નથી પ...

હું તો ઈચ્છું છું કે તું સાજો થા.

*સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર* કર્મકાંડ ૧૩:૧-૨,૪૪-૪૬  ૧ કરિંથ ૧૦:૩૧-૧૧:૧   માર્ક ૧:૪૦-૪૫   *આજના શાસ્ત્રપાઠમાં ઈસુ અને કોઢિયા વચ્ચે થયેલ વાર્તાલાપનો મુખ્ય સારાંશ*    એક – કોઢિયાએ ઇસુને પગે પડીને કરગરીને કહેવા લાગ્યો કે આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો છો. બે -ઇસુનું  હૈયુ દયાથી ભરાઈ ગયું અને તેમણે હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું કે તું સાજો થા એક બાજુ કોઢિયાએ સાજા થવાની તીવ્ર ઇચ્છા તો બીજી તરફ ઇસુની કોઢિયાને સાજો કરવાની તીવ્ર ઇચ્છા. પણ બંને વચ્ચે એક હકીકત સ્પષ્ટ છે કે તે કોઢિયાએ એકવાર રોગ થતા કર્મકાંડના નિયમ મુજબ પોતાના ઘરબાર છોડી, એક અલગ છાવણીમાં, ગામની બહાર જઇને વાસ કર્યો હશે. ફાટેલા કપડાં  પહેરેલા હશે અને વાળ વિખરાયેલા રહેવા દીધા હશે. ઉપલા હોઠ સુધીનો ભાગ ઢાંકી દીધો હશે. અને ચોક્કસ ગામમાં પ્રવેશતા જ અશુદ્ધ છું અશુદ્ધ છું એમ બૂમ પાડી જ હશે. કહેવાય છે કે આપણે જીવતાં જીવ કદી પણ નર્કનો અનુભવ કરી શકે નહીં. પણ અહીં એક વ્યક્તિ છે જે પોતાના બાળકો, પત્ની મા-બાપને છોડીને એક અલગ જ વાસમાં ગામની બહાર સમય કાઢ્યો છે. કોવીડની બિમારીમાં પસાર...

વીસ સદીઓની મુક્તિગાથા

જૂના કરારનો ઇતિહાસ એટલે ઈશ્વરથી વિખૂટાપડેલા માનવને ઈશ્વર સાથે ફરી સમાધાન કરવાની વાત. એ ઇતિહાસ ઇસુમાં પરાકાષ્ઠાએ પહોચે છે.  જૂના કરારમાં ઈશ્વર માનવ ઇતિહાસમાં કેવી રીતે કાર્યરત છે તેની વાત કરાઈ છે. અહીં એક એવી પ્રજા છે કે જે ચડતી અને પડતીમાં આગળ ધપે છે. એક તરફે સિદ્ધિ છે તો બીજી તરફે પડતી છે. આ ચિત્ર દ્વારા સમગ્ર માનવજાતનું ચિત્ર આપણી આગળ ખડું થાય છે. જૂના કરારના છેંતાલીસ ગ્રંથો કે જે મુખ્યે ચાર ભાગમાં વહેચાયેલા છે ૧)પંચગ્રંથી ૨)ઇતિહાસ ગ્રંથો ૩) પયગંબરો અને ૪)જ્ઞાન-સાહિત્ય,  તે વચ્ચેનો વિશિષ્ટ સંબંધ ઘણોજ તૂટક અને અસ્પષ્ટ લાગતો હોય છે. પરંતુ એક બાબત સ્વીકારવી રહી કે ઈસુને વધુ નજીકથી સમજવા હશે તો  જૂના કરારના ઇતિહાસને જાણવો પડશે. આ લેખ  દ્વારા હું જૂના કરારના ઇતિહાસ પર પ્રકાશ પાડવા માગું છું. ઇસુના જન્મના ૧૯૦૦ વર્ષ પહેલા મેસોપોતામીયા (આજના ઈરાક )નો વતની અબ્રાહામે ઈશ્વરના આદેશથી પોતાનો દેશ છોડીને કાનાન ભૂમિ (આજના ઈશ્રાયેલ) ભણી પ્રયાણ કર્યું. અબ્રાહામ અને સારાથી તેમને ઈસહાકના નામે એક પુત્રનો જન્મ થયો. આ ઈસહાકનાં લગ્ન રિબકા કે જે ઈરાકની હતી તેની સાથે કરવામાં આવ્યાં. ઈસહાક અ...

રણમાં આપનું સ્વાગત છે...

*તપઋતુંનો પ્રથમ રવીવાર*   ઉત્પત્તી ૯:૮-૧૫       ૧પીતર ૩:૧૮-૨૨           માર્ક ૧:૧૨-૧૫     એક ગામડામાં એક મોટો આશ્રમ કે જ્યાં આધ્યાત્મિક રીતે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ગુરુ રહે. તેમનું જીવન જોઈ ઘણા બધા તેઓના જેવું જીવન જીવવા પ્રેરિત થાય. ઘણીવાર યુવાનો તેમની પાસે આવતા અને તેમના આશ્રમમાં રહીને તેમના જેવું જીવન જીવતા શીખવાડવા માટે વિનંતી કરતા. ગુરુ આ યુવાનોને રાખતા પણ ખરા. ઘણાંને એક મહિનો, તો ઘણાંને છ મહિના, તો ઘણાંને વરસ. આમને આમ આશ્રમમાં સંખ્યા ધીરેધીરે વધીને ૧૦૦ ની ઉપર પહોચી ગઈ. ચોક્કસ દરરોજ સો જેટલા યુવાનો માટેનું ભોજન બનતું હોય અને વળી યુવાનોને ખોરાક અંગેના ગમા અણગમાના પ્રશ્ન હોય ત્યારે દુવીધાઓ તો આવે જ. પરંતુ ગુરુ પોતાના શિસ્તબદ્ધ જીવનથી દરેક વિઘ્નોને યોગ્ય પ્રત્યુત્તર આપતા.    એક વખત રાતના બાર વાગ્યેની આ ઘટના છે. આશ્રમના બધા યુવાનો, કર્મચારીઓ અને ગુરુ ભરનિદ્રામાં હતાં. એવામા આશ્રમના એક યુવાનને રાત્રે બાર વાગ્યે ખુબ જ કકડીને ભુખ લાગી. આ ભુખ કાઇ જેવી તેવી ન હતી પરંતુ ચોક્કસ ખાવાની વાનગી સાથેની ભુખ હતી. તેને આ મધ...

યોહનકૃત ઈસુની વેદનાનું વર્ણન

*ભાગ – ૨*  *મુખ્ય પ્રસંગો*  *(૧) પાસ્ખાપર્વ*   ‘પ્રભુએ મિસર દેશમાં મોશેને અને અહરોનને કહ્યું, “તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલા ગણાશે. એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે. ઈઝરાઈલીઓના આખા સમાજને કહેજો કે, આ મહિનાના દસમા દિવસે દરેક માણસે કુટુંબ દીઠ એક ઘેટુ કે બકરુ લેવું. જો કુટુંબ એટલું નાનું હોય કે એક જાનવરને ન ખાઈ શકે તો પડોશના માણસ સાથે ભાગમાં જાનવર લેવું. દરેક માણસ કેટલું ખાઈ શકશે તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી. તમારું જાનવર ખોડખાંપણ વગરનું અને એક વર્ષનું નર જાતિનું હોવું જોઈએ. તમે ઘેટુ લો કે બકરુ લો. તમારે એને આ મહિનાની ચૌદમી તારીખ સુધી રાખવું અને પછી આખા ઇશ્રાયલી સમાજે સંધ્યાસમયે તેનો વધ કરવો. તેનું થોડું લોહી લઈને જે ઘરમાં એ ખાવાનું હોય તે ઘરની બંને બારસાખ ઉપર અને તેના ઓતરંગ ઉપર લગાડવુ. એનું માસ શેકીને તે જ રાતે બેખમીર રોટી અને કડવી ભાજી સાથે ખાવું. એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું, પણ પગ માથું અને આંતરડા સાથે શેકીને ખાવું. એમાંનું કશું સવાર સુધી રહેવા ન દેવું. જે કંઈ સવાર સુધી રહે તેને તમારે બાળી મૂકવું.  તમારે આ રીતે ખાવું : કમ...