Posts

Showing posts from December, 2020

ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ જન્મના વધામણાં...વિડિયો સિરીઝ

 [29/11) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - પરિચય  https://youtu.be/wIWL72nPJHw [30/11) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - આગમન દિપીકા https://youtu.be/UXyEt4AyQS8 [01/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - સ્ટાર/તારો https://youtu.be/lZ2vwws5pY0 Advent series 2020 star [02/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - જાંબલી રંગ https://youtu.be/l-ACfwELbSU [03/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - યશોગાન ન ગાવાં https://youtu.be/xxGaks2_Chg [04/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - ક્રિસમસ બેલસ્ https://youtu.be/9HA6SF6E0x4  advent series Christmas bells [05/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ - ઈસુ  જન્મના વધામણાં.... વિડિયો સિરીઝ - ક્રિસમસ કેન્ડલ્સ્ https://youtu.be/W68h4hpmMag Advent series 2020 Christmas candle [06/12) ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ -...

અલવિદા બ્રધર એબ્રિલ...🙏🌹

Image
આણંદ પ્રેસનો સ્પેનિશ યુગ અસ્ત થઈ ગયો.  ગામડી(આણંદ)થી વેટિકન સિટી (રોમ) ડાઇરેક્ટ કનેક્શન ધરાવનાર એવા ગરીબોના બેલી, કોઈક ના ભાઈ તો કોઈક ના પિતા, કોઈના માર્ગદર્શક તો કોઈક ના પથ દર્શક. એવા બ્રધર એબ્રિલ આજે અનંત યાત્રાએ ચાલી નીકળ્યા.  તેમના થકી કેટલાય ગરીબોના ઘરમાં ચૂલો સળગતો હતો. તેમનાં થકી આજે કેટલાય લોકો રાજપાટ જેવી જીંદગી વિતાવી રહ્યા છે. માનવતા તેમના રોમ રોમ માં હતી. ઘણા પરિવારોને તેમણે તૂટતા બચાવ્યા છે. કેટલીયે દીકરીઓને તેમણે સંન્યસ્ત નો રાહ બતાવ્યો છે, તો કેટલીક બહેનોને તેમણે વિદેશ સ્થિર કરી છે. આજે આણંદ ઊજળું છે તેમાં બ્રધર એબ્રિલ, ફાધર દેલેરીયો અને બ્રધર મેન્યુઅલ નો સિંહ ફાળો છે. (આ ત્રણ સન્યાસીનો ઉલ્લેખ એટલા માટે કે તેઓ આણંદ પ્રેસ સાથે સંકળાયેલ હતા) આજે આણંદ પ્રેસ નો સ્પેનિશ યુગ અસ્ત થઈ ગયો. આણંદ આપને પુનરુત્થાનની પ્રભાત સુધી યાદ કરશે.  બ્રધર રેબેલ્યા, ફાધર દેલેરીયો, બ્રધર મેન્યુઅલ, ફાધર એસપાસા તમને જરૂર સત્કારવા આવશે. અને પ્રભુ આપને આવકારતાં હરખાઈ ઉઠશે.  પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એજ અર્ચના. આદરણીય  રેવ .બ્રધર બ્રધર સાઉલ એબ્રીલ. એસ.જે.......ને ભાવાનતુ...

ઈશ્વરનું સરનામું ...

 (કટાક્ષ કથા)  સૌજન્ય લેખક : વિલ્સન સોલંકી (લેખક પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન પંથના છે, ચર્ચની માન્યતાઓ, રિવાજ અને વિધીઓ માં સમય પ્રમાણે સુધારા કરવામાં આવે તેવો આગ્રહ રાખે છે. ખ્રિસ્તીધર્મ ને નામે કેટલાક સ્વાર્થી લોકો સંગઠિત થઈ લોકોને ગુલામ બનાવી રહ્યા છે. તે ધ્યાનમાં રાખીને આ કટાક્ષ લેખ લખવાની જરૂર પડી છે.)           કેટલાક ઉતાવળિયા વિશ્વાસુઓ કબ્રસ્તાનમાંથી રાત્રે આકાશમાં ચડી ગયા, ત્યાં તેમને સામે બે મોટા દરવાજાઓ દેખાયા. એકની ઉપર "સ્વર્ગ" અને બીજાની ઉપર "નર્ક" એવું મોટા અક્ષરે લખેલું હતું. નરકનો દરવાજો ખુલ્લો જ હતો પણ તે તરફ કોઈ જતું દેખાતું ન હતું, જ્યારે સ્વર્ગ નો દરવાજો બંધ હતો. એ દરવાજે તાળું મારેલું હતું. ત્યાંથી જાણવા મળ્યું કે સ્વર્ગની ચાવીઓ પાઉલ નામના પટાવાળા પાસે હતી અને તે હજી પૃથ્વી પર જ સેવામાં હતો.  બુકિંગ કન્ફર્મ હોવાના વિશ્વાસ સાથે એક એક આત્મા સ્વર્ગના દરવાજા ખુલવાની રાહ જોતા, લાઈનમાં ઊભા રહેવા લાગ્યા, અને લાઈન લાંબી થતી જતી હતી.  તે જોઈને લાઈનમાં ઉભેલા કેટલાકને મનમાં થયું કે મારા સિવાય પણ સ્વર્ગની આ લાઇનમાં ઉભા રહેવાનો અધિકાર આટલા...