Posts

Showing posts from September, 2021

ઈસુસંઘની સ્થાપનાનું પર્વ - ૨૭મી સપ્ટેમ્બર ૧૫૪૦

Image
જેમ દરેક વ્યક્તિનો એક જન્મદિવસ હોય છે, તેમ દરેક સંસ્થાનો એક સ્થાપના દિવસ પણ હોય. તે જ પ્રમાણે ૨૭મી સપ્ટેમ્બર ૧૫૪૦ એ ઈસુસંઘનો સ્થાપના દિવસ કે જન્મદિવસ છે. પોપ પોલ ૩જાએ પોતાના આદેશપત્ર  'ધર્મસભાના સંઘર્ષ માટે' દ્વારા ઈસુસંઘની સ્થાપના પર મંજૂરીની મહોર લગાવી. તે દિવસથી વિધિસર રીતે ઈસુસંઘ અસ્તિત્વમાં આવ્યો.  પરુંતુ ઈસુસંઘની સ્થાપનાના વિચાર-મૂળ ઘણા ઊંડા છે.  અને જેમ સંત ઈગ્નાસ જણાવે છે, તેમ, ઈસુસંઘની સ્થાપનાના મૂળમાં કોઈ માનવીય અભિલાષા નહિ પણ ઈશ્વરની એક ખાસ યોજના હતી. અને ઈશ્વર આ યોજનાને ખુબ વ્યવસ્થિત રીતે પાર પાડે છે. સંત ઈગ્નાસ પોતાના હૃદયપરિવર્તન અને યરુશાલેમની યાત્રા પછી પેરિસમાં અભ્યાસ માટે ગયા. ત્યાં તેમની સાથે પીટર ફેબર અને ફ્રાન્સિસ ઝેવિયરનો ભળ્યા. તેઓ ત્રણેય સાથે રહેતા હતા. અને તેઓ ખૂબ ગાઢ મિત્રો બન્યા.  સમય જતાં આ ત્રણ વ્યક્તિઓનું જૂથ સાતનું થયું. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ અને વિશિષ્ટ હતી. પણ તેમનું સેવાકાર્ય અને મૈત્રી તેમને એકબીજા સાથે બાંધી રાખતી હતી. તેઓ પોતાને 'Friends in the Lord' કહેવડાવતા. ૧૫મી ઓગષ્ટ ૧૫૩૪ના દિવસે આ સાત મિત્રો અપરિગ્રહનું વ્રત લીધું અને સા...