અલગતામાં એકતા- પવિત્ર ત્રૈક્ય...♻️
આ એક જૂની આફ્રિકન દંતકથા છે. આ દંતક્થા આપણને સમજાવે છે કે માનવ સમુદાયના દરેક સભ્ય સમાજ માટે કેટલા મહત્વપૂર્ણ છે. કથા મુજબ એક સમયે, શરીરના વિવિધ ભાગો પેટ સામે ફરિયાદ કરવા લાગ્યા. હાથ કહે, "તમે મને જોઇ શકો છો કે હું માટીમાં બીજ રોપવાથી લઇ પાક તૈયાર થાય ત્યા સુધી મજુરી કરુ છું. વળી હું જ ખોરાક તૈયાર કરું છું. પેટ જે કંઇક કરે છે તે માત્ર અને માત્ર રાહ. મારા ખોરાક ખવડાવવાની રાહમાં તે પડી રહે છે. આ તો ભારે અન્યાય છે. હાથની વાત સાથે પગ પણ સંમત થયા. પગે કહ્યુ, "હું પણ આખો દિવસ આ ભારે પેટને લઈને આમતેમ જઉં છું. હું જ તેને ખાવા માટે ખેતરમાંથી ઘરે લઈ જઉં છું. તો વળી હું જ તેને પાણી લેવા નદીએ લઈ જઉં છું. હું જ તેને કેરીની વાડીએ કેરી લેવા તેમજ કેરીના ઝાડ ઉપર ચડવા મદદ કરુ છું. આ બધામા પેટ ફક્ત સૂઈ જ રહે છે. આપણે તેની દરેક જરૂરીયાત જેમ કે ખોરાક, પાણી અને ચા -શરબત કોઇ જ બદલા વગર પુરી પાડવાની! આ તો અન્યાયી વ્યવસ્થા છે. " માથાએ પણ ફરિયાદ કરતા જણાવ્યુ કે તે ખેતરમાંથી અને નદીમાંથી બધાં જ પ્રકારના ભારણ વહન કરે છે. પેટને ખવડાવવા માટે તે જે મદદ કરે છે તેવી મદદ બીજુ કોઇ કરતું નથી. બધાની ...