સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...
વ્હાલા સ્વજનો, દર વર્ષે 22 જુલાઈથી 31 જુલાઈ સુધી સંત ઈગ્નાસની ભકિત કરવામાં આવે છે.આ ભકિતનો સમય ફરીથી આવી ચૂક્યો છે.ચાલો જોડાશે આ ભકિતમાં... *ઈસુસંઘના સ્થાપક હે ઈગ્નાસ,* *અમ અંતરની ગૃહ્ય ગૃહામાં,* *પ્રગટાવો ને પ્રકાશ.* સંત ઈગ્નાસની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આપણે સૌ આ દિવસોમાં સંત ઈગ્નાસની ભક્તિ દ્વારા માતા મરિયમની અને પ્રભુની ખાસ કૃપાઓ મેળવીએ. ઈસુસંઘ આ વર્ષે *સંત ઈગ્નાસ વર્ષ* ની ઉજવણી કરે છે. આપણા માટે આ વર્ષ દરમિયાન એમના *જીવનપરિવર્તન વિશે વધારે જાણવાનો એક યોગ્ય સમય છે,* જેથી આપણને પણ એજ અનુભવ થાય જે એમને થયો હતો. *એમની જેમ આપણે પણ ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળીએ,* જેથી કરીને એમની હાકલ આપણી હાકલ બની જાય. સંત ઈગ્નાસ વર્ષ દરમિયાન જયારે આપણે સંત ઈગ્નાસના જીવનપરિવર્તન વિશે વાંચીએ છીએ , ત્યારે પ્રાર્થના કરીએ કે વાંચતાં વાંચતાં આપણા જીવનમાં પણ પરિવર્તન આવે. *સંત ઇગ્નાસે પોતાના તોપગોળના અનુભવને સકારાત્મક પ્રતિસાદ આપ્યો. આપણે પણ આપણા તોપગોળના અનુભવોને, 'નથી સારા' એવા અનુભવોને, અને આજના સંદર્ભમાં કોરોનાના અનુભવોને સકારાત્મક વલણથી જોઈએ.* બીજા શબ્દોમાં કહીએ તો આ બધા અનુભવોને આપણે...