Posts

Showing posts from June, 2021

ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ...

Image
વ્હાલા સ્વજનો,  આપણે છેલ્લા નવ દિવસથી *ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ* કરી છે. આજે એના ક્લાઈમેક્ષ સ્વરૂપે આપણે ઈસુના પૂજ્ય હ્રદય 💝 નું પર્વ ઉજવીશું. માનો કે ના માનો ઈસુ ખ્રિસ્તે આપણને ઘણી બધી આશિષો આપી છે.  આવો પ્રસ્તુત લેખના વિચારોના માધ્યમથી ઈસુના પૂજ્ય હ્રદયને સમજીએ અને ઈસુના પૂજ્ય હ્રદયનો તહેવાર ખરી શ્રદ્ધાથી ઉજવીએ.  *ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર - મૂળ સ્તોત્રની પુન: શોધ* ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે હતાં. તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા. ત્યાં કોઇ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો. તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા.  👉 *તે જોઈને ઈસુના દિલમાં 💝 દયા આવી.*  (લુક : ૭) એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જતા જોયાં અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીનમાર્ગે તેમના કરતાં પહેલા આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. 👉 *લોકોને ભરવાડ વગરના ઘેટાં જેવા જોઈને તેમનું હૈયું 💝 દયાથી ભરાઈ આવ્યું.*(...

આજની પ્રાર્થના પર મનન ચિંતન

*તમે દુનિયાના દીવા છો અને ધરતીનું લૂણ છો.* ઈસુએ એક વખત પોતાના શિષ્યોને પૂછ્યું હું કોણ છું? તમે શું કહો છો? આજે આપણે ઈસુના અનુયાયીઓ તરીકે ઈસુને પૂછીએ. ઈસુ અમે કોણ છીએ? તમે શું કહો છો? ઈસુ રૂપક અલંકાર વાપરીને આપણને જવાબ આપે છે ‘તમે ધરતીનું લૂણ છો’. ઈસુએ તો ગાગરમાં સાગર ભરી થોડામાં ઘણું કહ્યું. રૂપક અલંકાર. લૂણ એટલે મીઠુ (Salt). આ મીઠાના ગુણધર્મો કયા? સૌથી પહેલો (1) દેખાવમાં શુદ્ધ- સફેદ. (2) મીઠાના ફાકા ના મારી શકાય. ચોખા ચવાય. મીઠું એટલું ન ખવાય. (3) જ્યાં સ્વાદ નથી ત્યાં સ્વાદ આપે. ખીચડીમાં, રોટલીમાં, શાકમાં, કચુંબરમાં મીઠું નથી ઉમેરી દો સ્વાદ આવી ગયો. (4) ગુણધર્મ – સ્વાદ વધારે. તરબુચ કાપ્યું, સફરજન કાપ્યુ મીઠું ભભરાવો. સ્વાદ વધી ગયો. (5) ઉષ્ણતાપમાન ઘટાડે – ભૂતકાળમાં કોઠીમાં આઇસ્ક્રીમ બનાવતા અને આઇસ્ક્રીમ માટે કોઠીમાં બરફ ભર્યો હોય એમાં મીઠું નાખીએ. બરફ જ શૂન્ય ડીગ્રી સેન્ટીગ્રેડ છે ને તેમાં મીઠુ નાખીએ એટલે ઉષ્ણતાપમાન ઘટતુ જાય. મીઠુ ઉષ્ણતાપમાન ઘટાડે (6) મીઠુ સાચવી રાખે - કેટલી બધી બાબતો આપણે મીઠા દ્વારા સાચવી રાખીએ છીએ. મીઠાના પાણીમાં આમળુ વગેરે.. (7) મીઠુ સ્વાસ્થ્ય બક્ષે - દાંત દુઃખે ...

રોટલી અને દ્રાક્ષરસના સ્વરૂપમાં ઈસુનો સાક્ષાત્કાર...

મધ્ય ગુજરાતના એ નાના નાના ગામડાઓમાં ધર્મના ઊંડા પાયા નાખવામાં મિશનરી ફાધરો, સિસ્ટરો, ધર્મ શિક્ષકો અને તેમના દ્વારા આપવામાં આવતું ધાર્મિક શિક્ષણ તેમજ વિશેષ પ્રવૃત્તિઓનો ફાળો અનન્ય  હતો. આ પ્રવૃત્તિઓના એક ભાગરૂપે અમારા નાના એવા મરીયમપુરા ગામમાં દર છ મહિને એક ધાર્મિક ફિલ્મ મોટા પડદા પર બતાવવામાં આવતું. આમ તો ફિલ્મ ઇંગલિશ કે પછી સ્પેનીશ ભાષામાં હોય પરંતુ ફાધર દ્વારા તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરી લોકોને રનીંગ કોમેન્ટરી આપવામાં આવતી. છ સાત વર્ષના અમારા જેવા બાળકોને આમ તો આ ભાષામાં વિશેષ સૂઝ પડતી નહીં. અને તેમાં પણ સ્પેનિશ ફાધરનુ ગુજરાતી ભાષાંતર અને ઉચ્ચારણ કંઈક અલગ જ હોય. પરંતુ હા એક બાબત ચોક્કસ હતી કે આ ફિલ્મનો સંદેશો અમારા દિલોદિમાગમાં ખરેખર સોંસરવો ઉતરી જતો.  આવુ જ એક ફિલ્મ જોયાની યાદગીરી હાલમા પણ છે. ફિલ્મનુ નામ હતું “માર્સલીનો પાન યે વીનો”. અમારા જેવા થોડા તોફાની બાળકના જીવનમાં ઈસુ પ્રત્યેના પ્રેમનો અનુભવ આ ફિલ્મ દ્વારા નાનપણથી જ અનુભવાય ગયો. આ ફિલ્મની વાર્તા “માર્સલીનો” નામના પાત્રની આસપાસ ફર્યા કરે છે. માર્સલીનો એક અનાથ બાળક છે કે જે સંન્યાસીઓના એક મઠની બહાર નાનપણમા છોડી દેવામા...

આવો પવિત્ર આત્મા આવો...

 *આત્મા જોડે પવિત્ર આત્માને જોડી પરમાત્માને મળવું*   *આવો, આવો, પરમ પવિત્ર હે આતમ,* *મન મંદિરિયે આવો,* *અમ હૈયાને તેજ ભરી છલકાવો. આવો.*   *તમે ખરેખર છલછલ છલક્યાં,*     *જીવનજલનો ફુવારો,* *હેજી જીવંત જલનો ફુવારો.* *અઢળક શાતા અર્પે અમને* *મધુમય પ્રેમ તમારો,* *હેજી, મધુમય પ્રેમ તમારો.* *સાત સાત ગુણોની અનેરી* *તમ પાસે છે લ્હાણી,* *હેજી તમ પાસે છે લ્હાણી,* *સહુમા રમતી પરમેશ્વરની* *શક્તિ તમને જાણી*   *આવો, આવો, પરમ પવિત્ર હે આતમ.*  બાળપણથી જ દાદાનું મન તેમના પૌત્ર ઉપર લાગેલું હતું. દાદાજીનું પૌત્ર ઉપરના ખાસ હેતનુ કારણ તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો કે તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો જેવા કારણોસર નહીં પરંતુ બાળપણથી જ તેને કુસ્તીની રમતનો ખૂબ જ શોખ. દાદાને લાગતું કે તેમનો દીકરો તો કુસ્તીની રમતમાં પોતાની જેમ આગળ ન વધી શક્યો પરંતુ આ પૌત્ર જરૂર આગળ વધશે. એક જમાનાના અઠંગ કુસ્તીબાજ એવા દાદા, પૌત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ કુસ્તીના દાવપેચ શીખવાડતા ગયા. અઢાર વર્ષની ઉંમરે પહોંચતાં તો પૌત્ર ખરેખર દાદાની જેમ કુસ્તીનો એક અઠંગ ખેલાડી બની ગયો. કુસ્તીમાં તેની સંગતના કોઈ જ તેન...

શિષ્યો તો નીકળી પડ્યા !

હમણાં થોડા વખત પહેલા બનેલી આ નાની ઘટના છે. વાત તો જોકે નાની છે પરંતુ એક મોટો સંદેશ આપણ સૌને માટે લઇ આવે છે. વાત છે બીજા વિશ્વ યુદ્ધની. બીજુ વિશ્વ યુદ્ધ એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો કે જેમાં વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. વિશ્વના આ રાષ્ટ્રો  એક્બીજાની વિરુધ્ધ લશ્કરી જોડાણોમાં જોડાઇ ગયા હતા. એક મિત્ર રાષ્ટ્રો તો સામે શત્રુ રાષ્ટ્રો. આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડથી પણ વધુ સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક પ્રમાણમા ફેલાયેલુ યુદ્ધ બન્યું. આ યુદ્ધમાં ૭ કરોડથી વધારે લોકો મરાયા હતા અને તેમાંથી મોટા ભાગના નાગરિકો હતા. આમ, માનવ ઇતિહાસનો સૌથી ભયંકર સંઘર્ષ એટલે બીજુ વિશ્વ યુદ્ધ. આ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, સૈનિકોનું એક નાનું જૂથ એક ખાસ મિશન પર હતું.  માર્ગમા  ઓચીંતુ જ આ જુથને બીજા એક જુથ સાથે ટકરાવમા ઉતરવાનુ થયુ. આ ટકરાવમા તેમના એક સાથી મિત્રનું લડાઇ દરમ્યાન થયેલા ઘાવથી મૃત્યુ થયું. આ જુથને પોતાનો સાથી મિત્ર ખુબ જ વ્હાલો હતો.  તેઓ પોતાના મિત્રને કોઇ યોગ્ય કબરમાં દફનાવવા માંગતા હતા. નજીકમા ક્યાક કોઇક ગામ હોય અને તેમના સાથી મિત્રને દફનાવાય ...

મધર્સ ડે પર સાંભળે મારી મા...

જૂન, ૨૦૦૪ માં એ ધોમધખતા ઉનાળામાં મે ગૃહત્યાગ કરી સંન્યાસનો માર્ગ લીધો. જો કે તેને સંપૂર્ણ સન્યાસ તો ન જ કહી શકાય પરંતુ તે તરફ માંડેલા મારા પગલા હતા. આશરે ૧૦ થી ૧૫ વર્ષના સધન તાલીમના વર્ષો મને સન્યાસી બનાવવા રાહ જોઈ રહ્યા હતા. સન્યાસ લેવાનો વિચાર આમ તો વીસ વર્ષની ઉમરે આવ્યો હતો. ૧૯૯૪ માં વહેલી સવારે ટ્રેન પકડી મારે નીકળવાનું હતું.  પરંતુ હું ઘરે જ સૂઇ રહ્યો અને ટ્રેન ચૂકી ગયો. જો કે આ ઘોર નિદ્રા આશરે દસેક વર્ષ સુધી ચાલી અને ફરીથી હું સફાળો જાગી ગયો.  ફરીથી એ જ સન્યાસ લેવાનો વિચાર અને છેલ્લે ૨૦૦૪માં ગૃહત્યાગ.  આમ તો વાત ખૂબ જ જૂની છે પરંતુ વાતની શરૂઆત ત્યાંથી જ કરવી યોગ્ય રહેશે. ગામડામાં મારુ એક નાનું ઘર. બાળકોનો અભ્યાસ તેમજ ઘર ચલાવવા મારા પિતા મીલમાં સખત તનતોડ મજૂરી કરતા. બાર સાંધતા તેર તૂટે તેરી પરિસ્થીતી. આવક પૂરતી ન હોવાથી મારી મા પણ પિતાને આર્થિક રીતે મદદ થાય તે માટે ખેતરના મજૂરીકામમાં જોડાતી.  તે સમયે ગામમાં મે મહિના દરમ્યાન માતા મરિયમની ટેકરીએ સાંજના સમયે ગુલાબમાળાની ભક્તિ થતી. મારી મા એમાં અચુક ભાગ લેતી. ગુલાબમાળાની ભક્તીમાં પોતાનો એકનો એક દીકરો ઈસુ સમગ્ર માનવજ...

ઈસુ ના પૂજ્ય હ્રદયની ભક્તિ...

Image
સમયગાળો ૪ થી ૧૨ મી જૂન ૨૦૨૧ વ્હાલા પ્રભુ ભક્ત સ્વજનો, જય ઈસુ 🙏 સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ છીએ *ઈસુના પૂજ્ય હ્રદયની નવ દિવસની ભક્તિ* આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇 { *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર* તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં, ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.  *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*} હ્રદય એ પ્રેમ અને અનુકંપાનું પ્રતિક છે. પ્રભુ ઈસુનું હ્રદય ઈશ્વરના મનુષ્ય જાત પ્રત્યેના અસીમ પ્રેમ તથા દયાનું પ્રતિક છે. ઈસુના હ્રદય પાસેથી આપણા માનવીય હ્રદયો શીખે છે કે ઈશ્વર પ્રત્યેના પ્રેમને માનવ પ્રત્યેના પ્રેમ સાથે જોડવો તે જ જીવનનો સાચો અર્થ અને સાચો ધ્યેય છે. *જે માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૂજ્ય હ્રદયની આરાધના કરે છે તેમને માટે પ્રભુ ઈસુએ સંત માર્ગારેટ મેરીને આપેલા વચનો:* ૧. હું તેમની જીવન સ્થિતિને આવશ્યક એવા તમામ કૃપાદાનો આપીશ. ૨. હું તેમના કુટુંબમાં સલાહ-સંપ સ્થાપીશ. ૩. હું તેમના સર્વ સંકટોમાં દિલાસો આપીશ. ૪. હું તેમના જીવન દરમિયાન, વિશેષ કરીને મૃત્યુ સમયે, સહીસલામત આશરો થઈશ. ૫. હું તેમના તમામ કામકાજમાં મારો આશીર્વા...