ફાધર હેરેદેરોનું સેવાકાર્ય...
ફાધર જોસ મારિયા હેરેદેરો વંચિતો, દલિતો નાં સાચા હામી, ગુજરાત ને પોતાની કર્મ ભૂમિ બનાવી BSC સંસ્થા ના માધ્યમ થી ગુજરાત માં દલિત ચળવળ ની શરૂવાત કરી, દલિતો, વંચિતો માં આર્થિક શધરતા ન હોવા નાં કારણે શોષણ નો ભોગ બને છે એવું એમના ધ્યાને આવ્યું આથી ભાલ વિસ્તારમાં સરકારી પડતર જમીન નો ખેડૂત મંડળી ઓ બનાવી સરકાર પાસે માગવા માં આવી જેમાં ગાંડા બાવળ વાવી તેમાંથી કોલસા બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આથી રોજગારી ની નવી તકો ઉભી કરી દલિતો ને પગભેર કર્યાં, જુદી જુદી ટ્રેનિંગો, ગામ ની મીટીંગો દ્વારા પોતાના બંધારણીય હકકો વિશે માહિતી ગાર કર્યાં જેના થી વય ચારિક ક્રાંતિ આવી, પહેલા કોઈ મારે કે શોષણ કરે તો એને એમનો હક ગણવા માં આવતો , પણ ટ્રેનિંગો બાદ આ તો શોષણ કહેવાય એની સામે કાયદા કીય પગલાં લેવા પડે એ સમજાયું, દલિતો નો સર્વાંગી વિકાસ થાય એ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગારી દરેક શેત્રે કામ કર્યું, ગોલાણા હત્યાકાંડ માં સરુવાત થી સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી , અત્યાચારી માનસિકતા ધરાવતાં મનુવા દી ઓ ને ન્યાય નો પરચો બતાવ્યો. હાલ માં ૯૧ વર્ષ ની જૈફ વયે પણ એક યુવાન ને સરમાવે એવા ઉત્સાહ થી કાર્યરત ફાધર જોસ મારિયા હેરેદેરો ને જન્મ દિન ની હાર્દિક શુભકામના...
સલામ છે ફાદર ને....ખુબજ સવેદન શિલ વાત કહી છે...અને આ બાબત થી આપડો સમાજ વાકેફ નથી..પણ તમારી આ વાત ખરેખર ગોલાણા હત્યા કાંડ ની જૂની જનુની યાદ તાજા કરાવે છે અને એ પણ પ્રતીત થાય છે કે ખરેખર આપણા સમાજ માટે મિશનરી સંસ્થા એ ખુબજ મોટો ભાગ ભજવેલ છે અને તેને સાર્થક કરેલ છે.પણ આપણો સમાજ મિશનરી સમાજ માં ભણી ગણી સાહેબ બન્યા પછી સવર્ણ બની આપણા જ સમાજ ને નીચો બતાવવા તત્પર થાય છે તે દુઃખ ની વાત છે,.પણ આગળ વાત કરું તો ડૉ.બાબા સાહેબે આપણ ને આંગળી બતાવી પણ એ રસ્તે મિશનરી સંસ્થા અવશ્ય લઈ ગઈ છે.. એનો સાક્ષી હું બનું તે મારા માટે સન્માન પાત્ર છે.















Comments
Post a Comment