ઈસુ ના પૂજ્ય હ્રદયની ભક્તિ...
સમયગાળો ૪ થી ૧૨ મી જૂન ૨૦૨૧
વ્હાલા પ્રભુ ભક્ત સ્વજનો, જય ઈસુ 🙏
સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ છીએ *ઈસુના પૂજ્ય હ્રદયની નવ દિવસની ભક્તિ*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
હ્રદય એ પ્રેમ અને અનુકંપાનું પ્રતિક છે. પ્રભુ ઈસુનું હ્રદય ઈશ્વરના મનુષ્ય જાત પ્રત્યેના અસીમ પ્રેમ તથા દયાનું પ્રતિક છે. ઈસુના હ્રદય પાસેથી આપણા માનવીય હ્રદયો શીખે છે કે ઈશ્વર પ્રત્યેના પ્રેમને માનવ પ્રત્યેના પ્રેમ સાથે જોડવો તે જ જીવનનો સાચો અર્થ અને સાચો ધ્યેય છે.
*જે માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૂજ્ય હ્રદયની આરાધના કરે છે તેમને માટે પ્રભુ ઈસુએ સંત માર્ગારેટ મેરીને આપેલા વચનો:*
૧. હું તેમની જીવન સ્થિતિને આવશ્યક એવા તમામ કૃપાદાનો આપીશ.
૨. હું તેમના કુટુંબમાં સલાહ-સંપ સ્થાપીશ.
૩. હું તેમના સર્વ સંકટોમાં દિલાસો આપીશ.
૪. હું તેમના જીવન દરમિયાન, વિશેષ કરીને મૃત્યુ સમયે, સહીસલામત આશરો થઈશ.
૫. હું તેમના તમામ કામકાજમાં મારો આશીર્વાદ દઈશ.
૬. મારા હૃદયમાં પાપી લોકોને દયાનો ઝરો ને અખૂટ મહાસાગર મળશે.
૭. નિરુત્સાહી આત્મા ઉત્સાહી થશે.
૮. ઉત્સાહી આત્મા સપાટાબંધ સંપૂર્ણતા તરફ આગળ વધશે.
૯. જે જે સ્થળે મારા દિવ્ય હૃદયની છબી ખુલ્લી હશે અને તેનો આદરસત્કાર કરવામાં આવશે, તે તે સ્થળોને હું પાવનકારી બનાવીશ.
૧૦. હું કઠણમાં કઠણ હૃદયને ઓગાળી દેવાની શકિત મારા પુરોહિતોને આપીશ.
૧૧. આ ભકિતનો પ્રસાર કરનારના નામ મારા હૃદયમાં કદી ભૂંસાઈ ન જાય, એવી રીતે કોતરેલા હશે.
૧૨. મારા હૃદયની ખાસ મહેરબાનીથી હું તને વચન આપુ છું કે, જે લોકો લાગલગાટ નવ મહિના સુધી પ્રથમ શુક્રવારે પરમપ્રસાદ ગ્રહણ કરશે તેમને અંતિમ ક્ષણે, મારા પ્રેમની નિશાની તરીકે પ્રશ્ચાતાપ કરવાની કૃપા આપીશ. તેઓ અપરાધની સ્થિતિમાં અને સંસ્કાર લીધા વગર મૃત્યુ પામશે નહીં. મારું દૈવી હૃદય છેલ્લી ઘડીએ તેમનું શરણું થશે.
આ નવ દિવસની ભક્તિ આપણને ઈસુના રંગે પૂરેપૂરા રંગી નાખશે. પછી ઈસુની જેમ આપણે બીજાઓ ખાતર જાતનું સમર્પણ કર્યા વિના નહીં રહી શકીએ. ઈસુની પીડા ને એમના અસહ્ય દુઃખો ને એમની કરુણામાં ઓતપ્રોત થવા તલસી ઊઠેલી આપણી જાતને આપણે નહીં રોકી શકીએ.
પ્રથમ દિવસ - તારીખ 4 જૂન
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
ઈસુનું હૃદય આપણા પરના પિતા પુત્ર અને પવિત્ર આત્માના પ્રેમનું જીવંત પ્રતિક છે.
*પ્રસ્તાવના*
આજે આપણે ઈસુના હૃદયની ભક્તિ કરતા આ ત્રિવિધ પ્રેમની વંદના કરીશું. આપણે પોતાના પુત્રને મોકલનાર પિતાના પ્રેમનો મહિમા કરીશું. આપણી મુક્તિ ખાતર પોતાના પ્રાણ પાથરનાર પુત્રના પ્રેમને અંજલિ આપીશું અને જેમને પ્રભાવે કુમારી મરિયમની કુખે ઇસુનો જન્મ થયો તે પવિત્ર આત્માના પ્રેમની સ્તુતિ કરીશું.
*આરંભની પ્રાર્થના:*
હે કરુણાસાગર પિતા, અમારા પર તમને એટલો તો પ્રેમ હતો કે તમે અમારી મુક્તિ ખાતર તમારા એકના એક પુત્રને અમારી વચ્ચે મોકલ્યા. તમે તેમને અમારા જેવા માણસ બનાવ્યા, જેથી એમનું હૈયું માણસના હૈયાનો પ્રેમ અનુભવે, અને અમે માણસો એમના પ્રેમનો અનુભવ કરીને તમારા પર પ્રેમ રાખતા થઈએ. અમને ઈસુના ઊંડા અને અપાર પ્રેમનું ભાન કરવો. એમના જેવો પ્રેમ સર્વ પર રાખતાં અમને શીખવાડો.
*પ્રભુવાણી:*
યોહાન ૩:૧૧-૧૭
*ઈસુના પરમપુજ્ય હૃદયની જપમાળા*
૧. હે ઈસુના પરમપુજ્ય હૃદય હે પરમ પિતાના પુત્રના હૃદય, - સૌ માનવોને તમારા પિતાના દર્શન કરાવો.
*અમારા પર દયા કરો*
૨. પવિત્ર આત્માના પ્રતાપે કુમારી માતાને ઉદરે ઘડાયેલ, હે ઈસુના પરમપુજ્ય હૃદય, - પવિત્ર આત્મા મોકલીને અમારામાં તમારા જેવુ હૃદય પેદા કરો.
*અમારા પર દયા કરો*
૩. ઈશ્વરના શાશ્વત શબ્દની સાથે એકરૂપ બની ગયેલ, હે ઈસુના પરમપુજ્ય હૃદય , - અમારાં હૃદયમાં ઈશ્વરના શબ્દને ઉડો ઉતારો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પરમપિતા, તમે તમારા પુત્રને પુરેપુરા માનવ બનાવ્યા જેથી આ પૃથ્વી પર તેઓ માનવહૃદયનો પ્રત્યેક ભાવ અનુભવી શકે ને રોજ પૂરી ભક્તિથી તમારી સેવા કરે. અમને ઈસુનું મન અને હૃદય આપો, અમારાં હૃદયમાં ઈસુના જેવો પ્રેમ અને એમના જેવી લાગણીઓ જગાડો, જેથી અમે પુરા દિલથી તમારા પર પ્રેમ રાખીએ ને તનમનથી તમારી સેવા કરીએ.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ બીજો દિવસ 5 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
વાડીમાં શોક અને ભયથી ઘેરાયેલું ઈસુનું હૃદય.
*પ્રસ્તાવના*
વાડીમાં ઈસુની અસહ્ય વેદના શરૂ થઈ, ને એ પહેલી પળે જ ઈસુને લાગ્યું કે પિતાએ પોતાને છોડી દીધા છે. આપણા પાપ ઈસુએ એકલા ઉપાડી લીધા હતા. આપણાં પાપના ભારે બોજાએ ઈસુને ભાંગી નાખ્યા. આપણે એમની સાથે રહીએ ને એમના દુ:ખોમાં એમને ટેકો કરીએ.
*આરંભની પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, તમે મૃત્યુને ભેટવા ગયા તે પહેલા તમારું હૃદય તીવ્ર ભય અને શોકથી ઘેરાઈ ગયું. તોય પિતાએ ધરેલો દુઃખનો પ્યાલો પીવા તમે તેયાર થયા. અમારે તમારી સાથે રહેવું છે, તમારાં દુઃખોમાં ભાગ પડાવવો છે. અમારી કસોટીની વેળાએ તમે અમારી સાથે રહેજો ને અમને હિંમત આપતા રહેજો.
*પ્રભુવાણી:*
લૂક ૨૨: ૩૯-૪૪
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
ઈશ્વરના પવન મદિર સમાં, હે ઈસુના પરમપૂજ્ય હ્રદય, - અમારાં હૃદયને પાવન કરી ઈશ્વર ને વસવા લાયક બનાવો.
*અમારા પર દયા કરો*
પરાત્પર પરમેશ્વરના નિજધામ, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - એ પાવન ધામમાં અમને સદાસર્વદા વસાવો.
*અમારા પર દયા કરો*
સ્વર્ગભુવનના પ્રવેશદ્વાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારા દ્વારે અમારો પ્રવેશ કરાવી અમને નિજ મંદિરે વસાવો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઈસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ, ઇસુ, આ સમય અમે તમારી સાથે ગાળ્યો છે, તમારી સાથે રહી અમે પ્રાર્થના કરી છે. અમારો આત્મા તો તત્પર છે, પણ દેહ કમજોર છે. અમારું મનોબળ દ્રઢ કરો, જેથી કસોટીમાં અમે કદી કાચાં ન પડીએ.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપૂજ્ય હૃદય💝, તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ ત્રીજો દિવસ 6 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
ક્રૂસ પર વીધાઈ ગયેલું હૃદય.
*પ્રસ્તાવના*
વાડીમાં ઈસુની અસહ્ય વેદના શરૂ થઈ, ને એ પહેલી પળે જ ઈસુને લાગ્યું કે પિતાએ પોતાને છોડી દીધા છે. આપણા પાપ ઈસુએ એકલા ઉપાડી લીધા હતા. આપણાં પાપના ભારે બોજાએ ઈસુને ભાંગી નાખ્યા. આપણે એમની સાથે રહીએ ને એમના દુ:ખોમાં એમને ટેકો કરીએ.
*આરંભની પ્રાર્થના:*
હે સર્વશક્તિમાન પ્રભુ, તમારા વ્હાલા પુત્રને લોકો ક્રૂસે જડી દે અને એક સિપાઈ ભાલાથી તેમના હ્રદયને વીધી નાખે એવી તમારી મરજી હતી. જેને અમે વીંધી નાખ્યાં છે તેમના પર અત્યારે અમારી મીટ મંડાયેલી છે. તેમના ખુલ્લાં હૃદયમાંથી કૃપા અને દયાના ઝરણાં ફૂટી નીકળ્યા છે તે ઝરણાં આપણા સૌ પર વહી આવો.
*પ્રભુવાણી:*
યોહાન ૧૯: ૩૧-૩૭
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
પ્રેમના નિત્ય પરબ સમાં, હે ઈસુના પરમપૂજ્ય હ્રદય, - અમારાં હૃદયને ઈશ્વરના પ્રેમથી પ્રજ્વલિત કરો.
*અમારા પર દયા કરો*
પ્રેમની નિત્ય પરબ સમા, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - આ પૃથ્વીને ન્યાય અને શાંતિનું પણ કરાવો.
*અમારા પર દયા કરો*
પ્રેમ અને કરુણાના ભંડાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારી ભેટોની અમને લ્હાણી કરાવો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઈસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સોંપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ તમે કહું હતું: "મને ધરતી પરથી ઉંચે ચડાવવામાં આવશે ત્યારે હું સઘળા માણસોને મારી પાસે ખેચી લઇશ." તમારા આ વચન સાચા પડે એવો દિવસ ઝટ ઉગો. તમારા ખુલ્લા હૃદય ભણી સઘળી પ્રજાઓ ખેચાઇ આવો. એમાંથી જીવંત જળનું પાન કરીને સૌ પોતાની તરસ છીપાવો, એની શાંતિછાયા હેઠળ બધા નિરાંત પામો. એના પ્રેમના ભર્યા ભંડારો વડે દરેક જણ પૂરેપુરો સંતોષ પામો.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ ચોથો દિવસ 7 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
પિતૃભક્ત્તિથી ઊભરાતું ઈસુનું હ્રદય.
*પ્રસ્તાવના*
ઈસુનું હૃદય આપણા સૌ પ્રત્યે પ્રેમથી છલકાય છે એ ખરું પણ આ[ હૃદય તો એક પિતાભક્ત પુત્રનું હૃદય છે. પિતા પ્રત્યે એનો પ્રેમ અજોડ છે, એ હૃદય પોતાના પિતાને પૂરેપુરું વશ છે, પિતાનો પડ્યો બોલ ઝીલવા એ સદા તત્પર છે. ઈસુએ એકવાર કહ્યું હતું તેમ પિતાની ઈચ્છા પૂરી કરવી એ જ એમનો પોતાનો ખોરાક છે. ઇસુ પોતાના પિતાને એટલા તો આજ્ઞાધીન રહ્યા કે વધસ્તંભ પરના મૃત્યુ સુદ્ધાંને એમણે વધાવી લીધું. આજે આપણે ઈસુના આ પિતૃપ્રેમ વિશે વિચાર કરીએ.
*આરંભની પ્રાર્થના:*
હે સમગ્ર માનવકુળના પિતા પરમેશ્વર, અમે સૌ તમારાં સંતાનો તમને આધીન ન્હોતાં રહ્યાં, અમે તમારો બોલ ઉથાપ્યો હતો, તમારી ઈચ્છા અવગણી હતી. તેથી તમારો પુત્ર માનવ બને એવી તમે ઈચ્છા કરી. તે માનવની રીતે તમારા પર પ્રેમ કરે, તે તમને હંમેશા આઘીન રહે, તે તમારો પડ્યો બોલ ઝીલી લે અને એવી રીતે અમારી બેવફાઇનું પ્રાયશ્રિત કરે, એવું તમે ચાહ્યું. ઈસુના જેવી લાગણી તમે અમારાં હૃદયમાં પેદા કરો, ઈસુની જેમ અમને તમારાં કહ્યાગરાં સંતાનો બનાવો.
*પ્રભુવાણી:*
યોહાન ૬: ૩૫:૪૧
*ઈસુના પરમપુજ્ય હૃદયની જપમાળા*
સર્વ ગુણોના પાતાળ કૂવા સમા, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારી ભેટોની અમને લ્હાણી કરાવો.
*અમારા પર દયા કરો*
સર્વ ગુણોના પાતાળ કૂવા સમા હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારા ગુણો અમારામાં ઊંડા ઉતારો.
*અમારા પર દયા કરો*
સમસ્ત સૃષ્ટિના સ્તવનના અધિકારી, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, એ મહિમાગાનમાં અમારાં અંતરને રમમાણ કરો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, તમે પૂરેપૂરા પિતાભક્ત હતા. પરમપિતાની હર ઈચ્છા પૂરી કરવી એ જ તમારું જીવન હતું, એ જ તમારો આહાર હતો. અમારાં પર તમારો પાવન આત્મા ઉતારો, તે અમારાં હૃદયને તમારા જેવી પિતૃભક્તિથી ભરી દો.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
હે ઈસુના પરમપૂજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો.
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ પાંચમો દિવસ 8 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
ઈસુનું હૃદય આપણા પર ખૂબ પ્રેમ રાખે છે. આપણી ખાતર પ્રેમની વેદી પર એ વધેરાઈ ગયું.
*પ્રસ્તાવના*
ઈસુએ વારંવાર આપણા પરના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. ધર્મગ્રંથને પાને પાને ઈસુના પ્રેમના શબ્દો લખાયા છે. ઈસુનું હૃદય એ પ્રેમનું પ્રતિક છે. આજે આપણે એમના હૃદય આગળ આપણા પ્રેમનો એકરાર કરીએ. આપણા શબ્દો વડે આપણે ઈસુના પવન હૃદયને આપણા પ્રેમની અંજલિ અર્પીએ.
*આરંભની પ્રાર્થના:*
હે વ્હાલા ઈસુ, તમે પ્રેમનો ભંડાર છો. તમારો પ્રેમ હંમેશા અગ્રેસર છે. આ પ્રેમમાં તમે અમને ભીંજવતા રહો છો. આ પ્રેમને કારણે તમે અમારા માટે બલિદાન આપવા તૈયાર થયા. અમને આશા છે કે તમારી કૃપાના જોરે અમે તમારા પ્રેમનો અનુભવ કરી શકીશું. તમે અમારી સાથે અને પાસે રહો.
*પ્રભુવાણી:*
યોહાન ૧૫: ૯-૧૬
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
સર્વ માનવહહૃદયોના સમ્રાટ અને શિરોમણી, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમારાં હૃદયમાં તમારી આણ વર્તાવો.
*અમારા પર દયા કરો*
જ્ઞાન અને વિવેકના ભંડાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમને તમારા જ્ઞાન અને વિવેકનું વરદાન આપો.
*અમારા પર દયા કરો*
પિતાની પૂરી પ્રસન્ત્તા પામનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમે દરેક વાતે પિતાને પ્રસન્ન રાખીએ એવું કરો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, તમારું હૃદય પ્રેમનો અઢળક ખજાનો છે. એ ખજાનો તમે અમને વારસામાં આપ્યો છે. અમારો જીવ સદા એ ખજાનામાં પરોવાયેલો રહો. એ ખજાનો અમૂલ્ય છે એ વાત સતત અમારાં મનમાં રહો, જેથી આને સાચવવા અમારું બાકીનું તમામ હોડમાં મૂકવા અમે તત્પર રહીએ .
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ છઠ્ઠો દિવસ 9 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
ઈસુનું હૃદય એક સાચા ગોવાળનું હૃદય છે.
*પ્રસ્તાવના*
ઈસુનું સાચા ગોવાળ તરીકેનું ચિત્ર એક હૃદયસ્પર્શી ચિત્ર છે. એમાં જે વાત્સલ્ય આલેખાયું છે તેનો જોતો જડવો મુશ્કેલ છે. ધાર્મિક અત્યાચારના કાળમાં રોમનાં ગુપ્ત ભોયરાંઓમાં આદિ ઈસુપંથીઓ ભેળા મળતા હતા. એ ભોયરાંની દીવાલો પર ઘણાં ભીતચિત્રો છે. તે ચિત્રોમાં આ સાચા ગોવાળનું એક પ્રસિદ્ધ ચિત્ર પણ છે.
*આરંભની પ્રાર્થના:*
હે પ્રભુ ઈસુ, તમે જ સાચા ગોવાળ છો, તમારાં વત્સોને તમે ઓળખો છો ને દરેકને નામ દઈને બોલાવો છો. તમે આગળ ચાલો છો ને સહુ તમારી પાછળ પાછળ ચાલે છે, કારણ, તેઓ તમારો સાદ ઓળખે છે. અમને દરેકને તમે નામ દઈને બોલાવો, અમારા દરેકના દિલને તમે ઢંઢોળો, જેથી અમે સહુ તમારી પાછળ ચાલીએ અને આનંદભેર તમારા હાથમાંથી ખાઈએ. *પ્રભુવાણી:*
યોહાન ૧૦:૧૧-૧૬
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
તમારા ભર્યા ભંડારમાંથી અમને કૃપા ઉપર કૃપા આપનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમારાં અંતર તમારી પૂર્ણતાથી છલકાવો.
*અમારા પર દયા કરો*
સર્વ માનવહેયાની ઝંખનાના પાત્ર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - આખી માનવજાતની અભિલાષાઓ પૂર્ણ કરો.
*અમારા પર દયા કરો*
અતિ સહિષ્ણુ ને દયાળુ, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમ પાપીઓ પર તમારી દયા વરસાવો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, તમે તમારાં ઘેટાંને માટે પ્રાણ પાથરનારા સાચા ગોવાળ છો. હવે તમારાં દેહરક્તના આ સંસ્કાર મારફતે તમે તમારું જીવન અમને આપો છો. અમને હંમેશાં તમારો આ જીવનદાયી ખોરાક ખવડાવો ને જીવંત જળ પિવડાવો, જેથી અમને જીવન મળે ને ભરપટે મળે.
*સ્તુતિ (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ સાતમો દિવસ 10 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
ઈસુના હૃદયમાંથી જીવન અને પવિત્રતાનું અખંડ ઝરણું વહે છે.
*પ્રસ્તાવના*
જળ એ ઈશ્વરની આશિષોનું પ્રતિક છે - ખાસ કરીને મુક્તિદાતા દ્વારા મળેલ આશિષોનું પ્રતિક. ઈસુના હૃદયમાં આપણને આ જળનું વિપુલ ઝરણું જડી આવે છે.
*આરંભની પ્રાર્થના:*
હે પ્રભુ ઈસુ, ક્રૂસ પર તમારા વીંધાયેલા પડખામાંથી જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્રૂસની નીચે ઊભા રહી તમે અમને એનાં દર્શન કરવા દો. તમે એ જળનું અમને પાન કરવા દો, એમાં સ્નાન કરીને અમારાં પાપ અમને ધોવા દો.
*પ્રભુવાણી:*
યોહાન ૭: ૩૭-૩૯
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
તમારે દ્વારે આવનાર સૌને સમૃદ્ધ કરનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમને પવિત્ર આત્માના વરદાનોથી સમૃદ્ધ કરો.
*અમારા પર દયા કરો*
જીવન તથા પવિત્રતાના ઝરણા, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારા જળથી અમારાં અંતર સ્વચ્છ કરો.
*અમારા પર દયા કરો*
અમારાં પાપના પ્રાયશ્રિતબલિ રૂપે હોમાયેલા, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમે પાપીઓ જે સજાને પાત્ર ઠર્યા છીએ તેમાંથી તમે અમને ઉગારી લો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સોંપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, તમે અમારાં અંતરમાં અનંત જીવનનું ઝરણું વહેતું કરવાનું વચન આપ્યું છે. અમે તમારી પાસે એ જળની ભીખ માગીએ છીએ. અમને તમારી પાસે બોલાવો, તમારું જળ પીવડાવો, તમારા આત્માથી અમારા જીવનનો ઘડો છલકાવો.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ આઠમો દિવસ 11 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:* ઈસુ સર્વ હૃદયોના હૃદયશ્વર છે.
*પ્રસ્તાવના*
ઈસુ નથી કેવળ દુઃખસાગરમાં ડૂબેલ માનવી કે નથી કેવળ વેદી પર વધેરાઈ ગયેલ બલિ. તેઓ તો છે સર્વ યુગોના અધિપતિ, સકળ સૃષ્ટિના સ્વામી ને પોતાના સર્વ શત્રુઓ પર વિજય મેળવનાર રાજાધિરાજ. એમના રાજ્યનો કદી અંત થવાનો નથી. એ હૃદય સર્વ કૃપાનો ભંડાર છે. એ હૃદય આપણા સર્વ પર કૃપા પર કૃપા વરસાવી રહ્યું છે.
*આરંભની પ્રાર્થના:*
હે સર્વશક્તિમાન પિતા, તમે તમારા પુત્રને મૃત્યુમાંથી પાછા જીવનમાં આણ્યા ને સકળ સૃષ્ટિના શિરોમણી કર્યા. એમને અમારા પરમપ્રતાપી રાજા તરીકે નિહાળીને અમે આનંદ અનુભવીએ છીએ. ને એમના પાવન હૃદયમાંથી અમારા ઉપર અસંખ્ય ઉપકારો વરસ્યા છે તેનું અમે ભક્તિથી સ્મરણ કરીએ છીએ. અમને એમના પ્રેમસાગરમાં ઝબકોળી દો. અમારાં પગલાં સત્ય, જીવન, પ્રેમ તથા શાંતિના એમના રાજ્ય ભણી વાળો.
*પ્રભુવાણી:*
યોહાન 18: ૩૩-૩૭
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
સર્વ અપમાનો પચવી લેનાર , હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમને નમ્રતાનો પંથ બતાવો.
*અમારા પર દયા કરો*
અમારાં પાપોના ઘા ઝીલનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય,- અમારાં અંતરને પસ્તાવાથી ભરી દો.
*અમારા પર દયા કરો*
પિતાની આજ્ઞાને વશ વર્તીને ક્રૂસ પરના મૃત્યુ સુદ્ધાને વધાવી લેનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - અમને સદા ઈશ્વરેચ્છાને આધીન રાખો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઇસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સોંપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે સર્વસમર્થ પિતા, તમે આખી સૃષ્ટિને તમારા પુત્રને ચરણે ધરી દીધી. એમનું પાવન હૃદય સકળ સૃષ્ટિનું કેન્દ્ર છે. સર્વ કૃપાઓનો ખજાનામાંથી અમને મોકળે હાથે આપો, અમને તમારા રાજ્યના વારસદાર બનાવો.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
*ઈસુના પૂજ્ય હ્રદયની ભક્તિ નવમો દિવસ 12 જૂન*
આ ભજનથી ભક્તિ શરૂ કરી શકાય...👇
{ *ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*
તુજને વંદુ છું હું પ્રેમે, પ્રસાદ તારો દે તું રે 'મેં,
ઓ દિલ પ્રસાદના અંબાર, આશિષ આપ તું આ વાર.
*ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપ તું આ વાર*}
*મુખ્ય વિચાર:*
આપણામાં ઈસુનું હૃદય ધબકી રહ્યું છે.
*પ્રસ્તાવના*
સ્નાનસંસ્કાર વડે આપણે ઈસુ સાથે એકેદેહ ને એકપ્રાણ બની ગયાં છીએ. આથી આપણે સંત પાઉલ સાથે કહી શકીએ કે, "ઈસુ મારામાં જીવે છે." ઈસુ આપણામાં જીવે છે ને આપણે ઈસુમાં જીવીએ છીએ, જેમ દ્રાક્ષવેલો ડાળીઓમાં ફેલાઈ જાય છે અને ડાળીઓ વેલાનાં રસકસ ચૂસીને જીવે છે તેમ, આપણું ને ઈસુનું શરીર એક છે, આપણું ને એમનું જીવન પણ એક છે.
*આરંભની પ્રાર્થના:*
હે કરુણાસાગર પિતા, તમે અમને તમારા પુત્રનાં અંગો બનાવી દીધાં છે. અમને એમની સાથે પૂરેપૂરાં એક કરી દો, જેથી અમે એમના જ હૃદય થી જીવીએ, એમનો જ પ્રેમ અનુભવીએ, તમારા પ્રત્યે એમના જેવી ભક્તિ દાખવીએ ને એમણે જેવો પ્રેમ અમારા પર રાખ્યો હતો તેવો પ્રેમ અમે એકબીજા પર રાખીએ.
*પ્રભુવાણી:*
યોહાન ૧૫ : ૧-૧૧
*ઈસુના પરમપૂજ્ય હૃદયની જપમાળા*
ભાલાથી વીધાયેલ, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમારા પડખામાંથી વહી નીકળેલા પ્રવાહમાં અમને નવડાવી દો.
*અમારા પર દયા કરો*
પરમ શાતાદાયક, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - તમે અમારો આંનદ અને દિલાસો બનો.
*અમારા પર દયા કરો*
પિતા સાથે શાંતિ સમાધાન કરાવી આપનાર, હે ઈસુના પરમપૂજ્ય હૃદય, - સર્વ માનવોનું પરમપિતા અને એકબીજા સાથે સમાધાન કરવી આપો.
*અમારા પર દયા કરો*
*પોતાની જાતનું ઈસુના હ્રદયને સમર્પણ:*
હે પ્રભુ ઈસુ, મારા માલિક ને મારા મુક્તિદાતા, મારા મિત્ર ને મારા બેલી, તમારી કૃપાને ભરોસે, હું મારી જાત તમને સૌપી દઉં છું, અને તમારા માટે જ જીવવાનો નિશ્ચય કરું છું. તમે મારા પર અગાધ પ્રેમ વરસાવ્યો છે. તમે મારે ખાતર તમારા પ્રાણ પાથર્યા છે. મારે પણ તમારા પ્રત્યે પ્રેમ બતાવવો છે. મારે તમને મારી જાત સમર્પી દેવી છે. તમે મારે ખાતર ક્રૂસ પર તમારી જાત હોમી દીધી, ને રોજ રોજ વેદી પર મારે સારું તમે હોમાતા રહો છો. હું તમારી સાથે ને તમારી મારફતે મારી જાત પરમપિતાને બલીરૂપે ધરું છું, ને મારાં ને આખા જગતનાં પાપની માફી માગું છું. તમે તમારી જાત મારા આહાર તરીકે મને આપી દો છો, જેથી તમે મારામાં જીવી શકો. તમે મારી જાતને એવી રીતે પલટી નાખો કે હું સાચેસાચ એમ બોલી શકું કે, મારામાં હવે હું જીવતો નથી, બલ્કે તમે જ જીવો છો. મારા પર આટલી કૃપા કરો, પ્રભુ.
*સમાપન પ્રાર્થના:*
હે પ્રભુ ઇસુ, જયારે જયારે અમને તમારા દેહનો પ્રસાદ મળે છે ત્યારે ત્યારે અમે તમારી સાથે ને એકબીજાની સાથે એકરૂપ બનીએ છીએ. તમે તમારા પ્રેમના રેણથી અમને તમારી સાથે સાંધી દો, તમારા હૃદય સાથે અમારું હૃદય જોડી દો, જેથી તમારી પ્રત્યેક લાગણી અમારા હૃદયમાં જાગે ને તમારી ઈચ્છા એ જ અમારી ઈચ્છા બને.
*સ્તુતિ* (૩ વાર) બોલવી.
*હે ઈસુના પરમપુજ્ય હૃદય,💝તમારુ રાજ્ય આવો*
👉 આપને મોકલવામાં આવનાર ભકિતપ્રાર્થના આપ વ્યક્તિગત રીતે અથવા આપના પરિવાર સાથે કરી શકો છો.
👉 આપને મળનાર ભકિતપ્રાર્થના બીજા લોકો સાથે share કરવા વિનંતી.
આભાર...🙏
ભક્તિ સૌજન્ય...
*ફા. અશ્વિન મેકવાન sdb
*ડૉન બૉસ્કો કપડવંજ*

Comments
Post a Comment