ઈસુસંઘની સ્થાપનાનું પર્વ - ૨૭મી સપ્ટેમ્બર ૧૫૪૦


જેમ દરેક વ્યક્તિનો એક જન્મદિવસ હોય છે, તેમ દરેક સંસ્થાનો એક સ્થાપના દિવસ પણ હોય. તે જ પ્રમાણે ૨૭મી સપ્ટેમ્બર ૧૫૪૦ એ ઈસુસંઘનો સ્થાપના દિવસ કે જન્મદિવસ છે. પોપ પોલ ૩જાએ પોતાના આદેશપત્ર  'ધર્મસભાના સંઘર્ષ માટે' દ્વારા ઈસુસંઘની સ્થાપના પર મંજૂરીની મહોર લગાવી. તે દિવસથી વિધિસર રીતે ઈસુસંઘ અસ્તિત્વમાં આવ્યો. 

પરુંતુ ઈસુસંઘની સ્થાપનાના વિચાર-મૂળ ઘણા ઊંડા છે.  અને જેમ સંત ઈગ્નાસ જણાવે છે, તેમ, ઈસુસંઘની સ્થાપનાના મૂળમાં કોઈ માનવીય અભિલાષા નહિ પણ ઈશ્વરની એક ખાસ યોજના હતી. અને ઈશ્વર આ યોજનાને ખુબ વ્યવસ્થિત રીતે પાર પાડે છે.


સંત ઈગ્નાસ પોતાના હૃદયપરિવર્તન અને યરુશાલેમની યાત્રા પછી પેરિસમાં અભ્યાસ માટે ગયા. ત્યાં તેમની સાથે પીટર ફેબર અને ફ્રાન્સિસ ઝેવિયરનો ભળ્યા. તેઓ ત્રણેય સાથે રહેતા હતા. અને તેઓ ખૂબ ગાઢ મિત્રો બન્યા. 

સમય જતાં આ ત્રણ વ્યક્તિઓનું જૂથ સાતનું થયું. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ અને વિશિષ્ટ હતી. પણ તેમનું સેવાકાર્ય અને મૈત્રી તેમને એકબીજા સાથે બાંધી રાખતી હતી. તેઓ પોતાને 'Friends in the Lord' કહેવડાવતા. ૧૫મી ઓગષ્ટ ૧૫૩૪ના દિવસે આ સાત મિત્રો અપરિગ્રહનું વ્રત લીધું અને સાથે સાથે પોપની પરવાનગીથી યરૂશાલેમ જઈ ત્યાં આજીવન સેવા કરવાનું વ્રત પણ લીધું. અત્યાર સુધી માત્ર મિત્રો તરીકે રહેલ આ સાતેય વ્યક્તિઓ હવે ઈશ્વર સમક્ષ લીધેલા વ્રતોથી જોડાઈ ગયા.


ઈ.સ. ૧૫૩૭ જાન્યુઆરીમાં આ સાત સાથીઓ અને પછીથી જોડાયેલા બીજા ત્રણ એમ દસ મિત્રો જેરુસલેમ જવા વેનિસ આવ્યા. જેરુસલેમ જતું વહાણ જૂનમાં નીકળવાનું હતું. તેથી તે છ મહિના તેઓ દર્દીઓની સેવામાં ગાળ્યા. માર્ચ મહિનામાં તેમને જેરુસલેમ જવાની પોપ તરફથી મંજૂરી મળી, પણ તે જ સમયે વેનિસ અને તુર્ક વચ્ચેના રાજકીય સંબંધો તૂટી પડવાથી તેમને પુણ્ય ભૂમિ તરફ જતું કોઈ વહાણ મળવાની શક્યતા મરી પરવારી. આથી, જેરુસલેમ જવાનું સાથીઓનું સ્વપ્ન ભાંગી પડ્યું. 

સાથીઓના જીવનમાં આ સૌથી અગત્યનો વળાંક હતો. હવે જેરુસલેમની યાત્રા અશક્ય હતી. તેથી, તેમને નક્કી કરવાનું હતું આગળ શું કરવું? - એક સમૂહ તરીકે રહેવું કે વિખેરાઈ જવું…? અને સંઘ તરીકે રહીને પણ આગળ શું કરવું?... તે વિચારવાનું હતું. 

આ દસ સાથીઓ સમૂહમાં રહી પ્રાર્થના અને મંત્રણાથી જૂથમાં રહેવાનું નક્કી કર્યું. અને તેઓ પોતાને 'company of Jesus' નામે ઓળખાવવાનું શરૂ કર્યું. 

આમ, આ દસ સાથીઓનો સમૂહ સંઘીજીવનની શરૂઆત કરી. તેઓને આ સર્વમાં ઈશ્વરનો હાથ જણાતો હતો. તેઓ તેમના માટે ઈશ્વરની ઈચ્છા આ જ છે તેમ તેઓ સમજતા અને સ્વીકારતા થયા.


અંતે, ઈ.સ. ૧૫૩૯એ તેઓ આ સંઘને વિધિસર ધર્મસભાના એક સંન્યસ્ત મંડળ તરીકે સ્થાપવાનું કાર્ય શરુ કર્યું. પોતાના આ સંઘને 'ઈસુસંઘ' કહેવડાવવાનો શરૂ કર્યો. ધર્મસભાના ઘણા આગેવાનો આ નામ સાથે વાંધો ઉઠાવ્યો. પણ, ઈગ્નાસ અને તેમના સાથીઓ આ નામને વળગી રહ્યા. 

૧૫૪૦માં આ મંડળીને પોપની અધિકૃત મોહર મળી. સાથીઓએ ઈગ્નાસને ઇસુસંઘના પ્રથમ વડા તરીકે લાંબી પ્રાર્થના બાદ ચૂંટી  કાઢ્યાં હતાં.

વધુ માહિતી માટે...👇

 https://en.wikipedia.org/wiki/Society_of_Jesus.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26