આગમનની નિશાનીઓ...

warning... બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના બીજા આગમન(Rapture) ની નિશાનીઓ પૂર્ણ થઈ રહી છે.
 માત્થી-૨૪:૩ થી ૧૪

ચોંકાવનારી વાત છે કે, ફક્ત ગણતરીના દિવસોમાં....

 • ઑસ્ટ્રેલિયા બળી ગયું.

 • ઇન્ડોનેશિયામાં પૂર આવ્યું છે.

 • ઠેર ઠેર ધરતીકંપો. કેનેડામાં ભૂકંપ. મેક્સિકોમાં ભૂકંપ,

 •  મરકીઓ (અસાધ્ય રોગો) ફાટી નીકળશે. ચીન માં ફાટી નીકળેલો કોરોના વાઇરસ નો જીવલેણ રોગ. etc.

 • યુદ્ધ અને યુદ્ધ ની અફવાઓ. ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સમાં મૃત્યુની ઘોષણા કરે છે,  આગનો ગોળો સમુદ્રમાં પડે છે, રશિયા એ સમુદ્ર માં મિસાઈલ છોડી ને શક્તિ પ્રદર્શન કર્યું,

 • ભારત માં ચાલતા ધર્મ ભેદ, જાતિવાદો(CAA, NPR, NRC,) ના લીધે પ્રવર્તમાન સમયમાં પ્રજા પ્રજા ની વિરૂદ્ધ થઈ ગઈ છે,

 • ઈરાન, અમેરિકા, રશિયા, ચાઇના એકબીજા ના દુશ્મનો બની ગયા છે, રાજ્ય રાજ્ય ની વિરૃદ્ધ થઈ ગયા છે.

• ઈસુના નામ ને લીધે લોકો ખ્રિસ્તીઓ નો દ્વેષ કરી ને સતાવણીઓ કરે છે.

• જ્યાં જુઓ ત્યાં જુઠ્ઠા પ્રબોધકો નો રાફડો જોવા મળે છે.

પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના આવવાની (બીજા આગમનની, Rapture) નિશાનીઓની ભવિષ્યવાણી ના ચિન્હો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા છે.

જો એમ હોય, તો ઈસુ કહે છે, "એમ જ તમે પણ જયારે આ બધુ થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે." માથ્થી ૨૪:૩૩

"એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો ઈસુ આવશે."

જે કોઈ તેના (ઈસુ ખ્રિસ્ત)પર વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે પણ જે વિશ્વાસ નહિ કરશે, તેના પર દેવ નો કોપ રહેશે, ને તે જીવન નહીં દેખશે.(માત્થી -૩:૩૬)

માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો ને તમારા દુષ્ટ માર્ગો થી પાછા ફરો ને પાપોનો પસ્તાવો કરો ને તારણ પામો,  પ્રભુ ઈસુ નું આવવું ખુબજ નજીક છે.

🙏 🙏 🙏 🙏 🙏

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

ઈસુ ના પૂજ્ય હ્રદયની ભક્તિ...