નર્કની વ્યાખ્યા...

" તેઓ પ્રભુની હજૂરમાથી તથા મહિમાવાન સામર્થ્યથી ( દૂર રહેવાની)શિક્ષા એટલે અનંતકાળ નો નાશ ભોગવશે " (૨ થેસ્સા. ૧ઃ ૯).  પ્રક્ટીકરણ 20:15
ઘણા મશ્કરી કરે છે અને કહે છે કે, નર્ક ક્યાં છે? પરંતુ બાઈબલમાં બતાવે છે કે તે "ઊંડાણમાં " છે.(યશાયા ૧૪ઃ ૯).

*તેના વિશે 30 હકીકત જાણીએ*.


    * 1. તે એક એવી જગ્યા છે ત્યાં ફક્ત પ્રવેશદ્વાર છે પણ બહાર નીકળી શકાતું નથી.
     * 2.એક એવું સ્થળ જ્યાં કશું સમાપ્ત થતું નથી.
     * 3. એવું સ્થળ જ્યાં પ્રવૃત્તિ દિવસ અને રાત ક્યારેય બંધ થતી નથી.
     * 4. એવું સ્થળ જ્યાં કશું જ બદલાતું નથી.
    * 5. એવું સ્થળ કે જયા ક્યારેય અને તેના બંધારણમાં ક્યારેય બદલાવ નહીં કરે.
    * 6. પાણી  ના ટીપાં વગરનું સ્થળ(લૂક ૧૬:૨૪).
    * 7. આ સ્થળે કોઇ વ્યક્તિનુ માન અથવા આદર ન હોવાનું , પણ અફસોસ અને અફ્સોસ.
    * 8. આ સ્થળે કોઈ આરામ નથી.
    * 9. એવું સ્થળજ્યાં કોઈ માણસ હસે નહીં, ફક્ત દુષ્ટ આત્માઓ .
    * 10. અગ્નિની ખાઈ સાથે અંધકારનું એક સ્થળ (માથ્થી ૮ : ૧૨,રપઃ ૪૧).
   * 11. એવું સ્થળ જ્યાં કોઈ  હવે પાપ ન કરે પણ વેદના જ વેદના (ર પિતર રઃ૪).
    * 12. એક એવું સ્થળ જ્યાં દરેક જણ પસ્તાવો કરે પણ ક્ષમા ના મળે (લૂક ૧૬:૨૩).
    * 13. કોઈ મદદ કે સહાયક ના  મળે તેવું સ્થળ. No Helpline
     * 14. એવું સ્થળ જ્યાં પ્રેમ કદી અસ્તિત્વમાં નથી પરંતુ દ્વેષ અને શાપ છે.
     * 15. એવું સ્થળ જ્યાં  સંપત્તિ અને અમીરતા કદી અસ્તિત્વમાં નથી.
    * 16. શાશ્વત ઉપવાસનું સ્થળ પરંતુ કોઈ પ્રાર્થના નથી. મતલબ વિનંતી સંભળવામાં આવતી નથી (લુક ૧૬ મા શ્રીમંત માણસની ત્રણેય વિનંતી નકારવામાં આવી).
    * 17. કોઈ દયા વગરનુ સ્થળ.
    * 18.  કોઈ મૃત્યુ ના થાય પણ અંનતકાળી મૃત્યુનું સ્થળ.
    * 19. માંદગીનું સ્થળ પણ કોઈ ઔષધિઓ નથી.
    * 20. સ્વર્ગ પછીનું સૌથી મોટું સ્થળ  નરક છે. તે કોઈ પ્રજનન વિના દરેક સેકંડમાં વધે છે.
   * 21. સૌથી શક્તિશાળી સુરક્ષાવાળું એક સ્થળ જ્યાં કોઈ માણસ ક્યારેય ગુમ થયો નથી.
   * 22. એક એવું સ્થળ જ્યાં  ન તો કેલેન્ડર કે નવું વર્ષ ન હોય.
  * 23.  આશા વગરનું સ્થળ.
 * 24. એક એવું સ્થળ જ્યાં ગયેલા બધા માણસો દુષ્ટ આત્મા માં રૂપાંતરિત થશે.
  * 25. એવું સ્થળ જ્યાં ગમે તેટલી સુંદરતા નકામી થઈ જાય.
   * 26. એવું સ્થળ જ્યાં પૈસાની અને સ્ત્રીકરણની કોઈ ઇચ્છા નહી રહે. પણ અફસોસ જ અફ્સોસ
    * 27. એવું સ્થળ જ્યાં પીડા છે પણ શાંતિ નથી.
    * 28. સતત રડવાની અને દાંત પીસવાની એવી જગ્યા જે બંધ ના રહે. (માથ્થી ૮ઃ ૧૨)
    * 29. એકમાત્ર સ્થળ જેનો અગ્નિ ઓલવાશે નહીં  અને અગ્નિ બંધ કે અટકશે નહીં. કીડાઓનું સ્થળ (માર્ક ૯ઃ૪૮).
     * 30. આ એકમાત્ર સ્થળ જેની મેં કોઈને પણ મુલાકાત લેવા પ્રોત્સાહન, ઇચ્છા કે સલાહ આપી નથી. પસંદગી તમારી છે
છેલ્લે તેમાં કોણ હશે કે જશે ? (પ્રક્ટીકરણ ૨૧:૮)

 * હવે પસ્તાવો આવતીકાલ માટે બહુ મોડું થઈ જશે? *

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26