Christian Pride (ખ્રિસ્તીઓનું ગૌરવ)...

1. ડૉ. મનીષ વાલેશ


આ વાત શૅર કરવા જેવી છે. હમણાં થોડા દિવસો પહેલાં મને અચાનક થાક અને ઝીણા કળતર જેવું થવા લાગ્યું હતું. શરીર ગરમ નહોતું, પણ મોઢું કડવું-કડવું થઈ ગયું હતું. સાધારણ સંજોગોમાં આવાં ચિહ્નો તરફ ધ્યાન પણ ન જાય, પણ આ કોરોનાના માહોલમાં તરત આપણે એલર્ટ થઈ જઈએ. Dolo 650 નામની ટેબ્લેટ્સ લીધી. દિવસ દરમિયાન ફરક દેખાય પણ સાંજ પણે એટલે પાછું ઝીણા તાવ જેવું લાગવા માંડે.

બે-અઢી દિવસ આ રીતે અવઢવમાં ગયા પછી લાગ્યું કે કોરોના માટે વેળાસર ટેસ્ટ કરાવી લેવી જોઈએ. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે પહેલાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ. ડૉક્ટર પાસે જતાં પહેલાં વિચાર આવ્યો કે લાવને, સરકારી હેલ્પલાઇન નંબર 104 પર જસ્ટ ફોન તો કરી જોઉં. કશી જ અપેક્ષા વગર નંબર જોડ્યો. સામે છેડે તરત ફોન ઊંચકાયો. મહિલા રિસેપ્શનિસ્ટે નમ્રતાપૂર્વક બીમારીનાં લક્ષણો વિશે બે-ત્રણ સવાલ પૂછ્યાં, એડ્રેસ નોંધ્યું. પછી કહ્યું, ‘તમારે કોરોના ટેસ્ટ માટે ક્યાંય જવાની જરૂર નથી. અમારી મેડિકલ ટીમ તમારા ઘરે આવીને ટેસ્ટ કરી જશે. બે કલાકની અંદર તમને ફોન આવશે. તમે ફોન ઉપાડજો ને વાત કરી લેજો.’

એક કલાકની અંદર જ 104 હેલ્પલાઇન યુનિટમાંથી ફોન આવી ગયો. આ વખતે ડૉક્ટર મનીષ વાલેશ નામના સજ્જન લાઇન પર હતા.  તેમણે કહ્યું, ‘તમારું એડ્રેસ મારી પાસે છે. હું મારી ટીમ સાથે તમારી સોસાયટીમાં આવી રહ્યો છું. ફોન કરું એટલે નીચે આવી જજો.’ અડધી કલાક પછી પાછો ફોન આવ્યો. હું માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરીને નીચે આવી ગયો. બિલ્ડિંગને લગોલગ 104ની ગાડી ઊભી હતી. મારી બિલ્ડિંગના એક આખા પરિવારે પણ ટેસ્ટ કરાવવાનો હતો. ફૉર્મ પર વિગતો ભર્યા બાદ વારાફરતી અમારા સૌના નાકમાંથી નમૂના લેવામાં આવ્યા. ડૉક્ટર મનીષ વાલેશને પૂછ્યું, ટેસ્ટનું રિઝલ્ટ ક્યારે આવશે? એમણે કહ્યું, ‘હમણાં જ, દસ જ મિનિટમાં. તમે અહીં જ રહેજો.’ બહુ જ સૌમ્યતાપૂર્વક તેઓ મૈત્રીભાવે વાતચીત કરતા રહ્યા. તેઓ મૂળ આણંદના હતા.ચીખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અમદાવાદ ડેપ્યુટેશન પર આવ્યા હતા. સરખેજથી પ્રહલાદનગર સુધીનો વિસ્તાર તેઓ હેન્ડલ કરી રહ્યા હતા. આ રીતે પોતાની ટીમ સાથે ઘરે-ઘરે જઈને તેઓ રોજ 35થી 40 વ્યક્તિઓનું પરીક્ષણ કરે છે. દસેક મિનિટમાં ટેસ્ટમાં રિઝલ્ટ આવી ગયું. અમે બધા કોરોના નેગેટિવ હતા. માથા પરથી પહાડ જેવડો બોજ ઉતરી ગયો.

મારું પ્રભાવિત થવું સ્વાભાવિક હતું. બે જ કલાકની અંદર, એક પણ પૈસો ખર્ચ્યા વગર, ઘરથી એક પણ ડગલું દૂર ગયા વગર કોરોનાનો ટેસ્ટ થઈ ગયો ને ગણતરીની મિનિટોમાં ફેંસલો પણ આવી ગયો! ના, વાત અહીં પૂરી થતી નથી. બીજા દિવસે 104 હેલ્પલાઇનમાંથી પાછો ફોન આવ્યો. આ ફૉલો-અપ કૉલ હતો. નમ્રતાપૂર્વક પૂછવામાં આવ્યુઃ તમે ગઈ કાલે અમને ફોન કર્યો હતો તો અમારી ટીમ તમારો કોરોના ટેસ્ટ કરી ગઈ? તમને સંતોષકારક સર્વિસ મળી? ટેસ્ટનું રિઝલ્ટ શું આવ્યું?

હું છક્ક થઈ ગયો. કોઈ સરકારી સર્વિસ આટલી હદે ઝડપી, પ્રોફેશનલ, એફિશિયન્ટ અને અફલાતૂન કેવી રીતે હોઈ શકે?  આપણું મન એટલી હદે કન્ડીશન્ડ થઈ ગયું છે કે સરકારી સ્કીમ કે સુવિધામાં ભલીવાર હોઈ જ ન શકે એવું આપણે પહેલેથી માની લઈએ છીએ. સાચું કહું છું, આ અનુભવ પછી મારી આ માન્યતા જડમૂળથી હલી ગઈ છે.

આ આખી કથાનો સાર આટલો જ છેઃ કોરોનાનાં લક્ષણો વર્તાય તો ગભરાઈને મોંઘાદાટ ડૉક્ટરો તરફ દોડવાની જરૂર નથી. સહેજ પણ ઘાંઘા થયા વગર શાંતિથી 104 પર ફોન કરી દેજો. એ લોકો સામે ચાલીને તમારા ઘરે આવશે, એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ટેસ્ટ કરી જશે ને ઊભાઊભ પરિણામ પણ આપી દેશે.

 આલેખન-શિશિર રામાવત

2. ડૉ. અશ્વિન વસાવા


3.
*Vimal Sanjay Macwan* working as a Nursing Superintendent at Civil Hospital, Sola, Ahmedabad; was *felicitated by Gujarat Government* on Independence Day Celebration for
starting and managing COVID-19 Hospital. The second biggest hospital in Gujarat with 500 beds facility.

The function was held at Mahesul Bhavan, Gota, SG Highway. Minister Kaushik Patel honoured the Corona Warriors.
Congratulations to Vimal Sanjay Macwan for this honour and your tireless service.





Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26