બાઈબલ V/S મોબાઈલ
1)એક સર્વે અનુસાર એક પરિવાર દસ વર્ષની અંદર સાત નવા મોબાઈલની ખરીદી કરે છે. જ્યારે નવું બાઈબલ દસ વર્ષની અંદર એકાદ વાર ખરીદે છે.કારણ બાઈબલ વાંચતા નથી તેથી નવું જ રહે છે અને ખરીદવાની જરૂર પડતી નથી.
2)મોબાઈલમાં શુ શુ છે તે શોધી શકે છે.તેની માહિતી છે.અને બાઇબલમાં શુ છે તે જાણતા નથી અને શોધી શકતા નથી.
3) મોબાઈલને સાચવવા સારામાં સારું કવર ચઢાવી દે છે.
પણ બાઇબલને કવર ચઢાવતાં નથી.(બેદરકારી)
4)મોબાઈલ હંમેશા હાથમાં હોય છે જ્યારે બાઈબલ કબાટમાં હોય છે.
5)મોબાઈલના ઓછામાં ઓછા ચાલીશ ફાયદા જણાવી શકે છે પણ બાઈબલના ચાર ફાયદા કે ચાર કલમો જણાવી શકતા નથી.
6) ચર્ચમાં બાઈબલ લઈને આવવામાં શરમ લાગે છે.મોબાઈલ લઈને જવામાં ગર્વ અનુભવે છે.
7) મોંઘામાં મોંઘો મોબાઈલ તરત લાવી દે છે એક સારું બાઈબલ લેવા માટે વિચાર કર્યા કરે છે.
8)વાલીઓ પોતાના બાળકોને શિક્ષિત,આધુનિક બનાવવા માટે મોબાઈલ આપે છે પણ તેમને આત્મિક બનાવવા માટે
બાઈબલ આપતા નથી...
9)મોબાઈલ થોડીકવાર હાથમાં ન હોય તો ચિંતામાં પડી જાય છે અને બાઈબલ હાથમાં લીધા વિના આખો દિવસ મોબાઈલમાં પસાર કરી નાખે છે.
(નોંધ:આજના જમાના પ્રમાણે મોબાઈલ અંત્યંત જરૂરી છે.તેના ઉપયોગ અને તેના ફાયદા ઘણા છે.તેથી મોબાઈલથી દુર રહો એમ હું નથી જણાવી રહ્યી પણ આપણા આત્મિક જીવન અને ઉન્નતિ માટે માટે બાઈબલ પણ એટલું અને એથીય વધારે જરૂરી છે એમ જણાવી રહ્યી છું.)

Comments
Post a Comment