અલવિદા બ્રધર એબ્રિલ...🙏🌹
આણંદ પ્રેસનો સ્પેનિશ યુગ અસ્ત થઈ ગયો.
ગામડી(આણંદ)થી વેટિકન સિટી (રોમ) ડાઇરેક્ટ કનેક્શન ધરાવનાર એવા ગરીબોના બેલી, કોઈક ના ભાઈ તો કોઈક ના પિતા, કોઈના માર્ગદર્શક તો કોઈક ના પથ દર્શક. એવા બ્રધર એબ્રિલ આજે અનંત યાત્રાએ ચાલી નીકળ્યા.
તેમના થકી કેટલાય ગરીબોના ઘરમાં ચૂલો સળગતો હતો. તેમનાં થકી આજે કેટલાય લોકો રાજપાટ જેવી જીંદગી વિતાવી રહ્યા છે. માનવતા તેમના રોમ રોમ માં હતી. ઘણા પરિવારોને તેમણે તૂટતા બચાવ્યા છે. કેટલીયે દીકરીઓને તેમણે સંન્યસ્ત નો રાહ બતાવ્યો છે, તો કેટલીક બહેનોને તેમણે વિદેશ સ્થિર કરી છે.
આજે આણંદ ઊજળું છે તેમાં બ્રધર એબ્રિલ, ફાધર દેલેરીયો અને બ્રધર મેન્યુઅલ નો સિંહ ફાળો છે. (આ ત્રણ સન્યાસીનો ઉલ્લેખ એટલા માટે કે તેઓ આણંદ પ્રેસ સાથે સંકળાયેલ હતા) આજે આણંદ પ્રેસ નો સ્પેનિશ યુગ અસ્ત થઈ ગયો.
આણંદ આપને પુનરુત્થાનની પ્રભાત સુધી યાદ કરશે.
બ્રધર રેબેલ્યા, ફાધર દેલેરીયો, બ્રધર મેન્યુઅલ, ફાધર એસપાસા તમને જરૂર સત્કારવા આવશે. અને પ્રભુ આપને આવકારતાં હરખાઈ ઉઠશે.
પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એજ અર્ચના.
આદરણીય
રેવ .બ્રધર બ્રધર સાઉલ એબ્રીલ. એસ.જે.......ને ભાવાનતુક અંજલિ 💐
આજ રોજ ર.૪૫.. પરોઢીયે અનંતની યાત્રાએ નીકળી ગયા.....
જનમ્યા.તા. ૧૪-૪-૧૯૩૧ મા સ્પેન જેવા સમૃદ્ધ દેશમાં. ભારતમાં લગભગ છ દાયકા થી વધુ કાયઁરત તેમાય "આણંદ પ્રેસના " મેનેજર, ડાયરેક્ટર તરીકે આયખા ના ૫૫ વષઁ સમઁપિત કરયા.
વહાલા બ્રધર આપ શ્રી એ ગરીબ, દલિત, તરછોડાયેલા તેમજ સમાજ પીડીત લોકોના આધારસ્તંભ તરીકે જીવંત પરંયત પ્રેરણાદાયી કાયઁ કર્યુ જેથી શ્રધ્ધાંના પયૉય તરીકે જન જનના હદયમા બિરાજ માન છો.
આણંદ પ્રેસના સ્વપ્નાંઢ્ષ્ટા હતા...આણંદ ની પ્રજાના ધડકન છો ..ચરોતરની અને બહારની પ્રજા ની ચિંતા રાખીને આપે શૈક્ષણિક ક્ષેત્રે આથીઁક સહાય પણ પુરી પાડી છે.આણંદ ના ધરેણારુપ વ્યકિતઓ મા આપનો ક્રમ અગ્રતાક્રમ મા હોય. આપ શ્રી પ્રેમાળ, ઉત્સાહી જીવંત વ્યકિતત્વ ધરાવતા હતા તેથી અમારી પ્રાથઁના આપના હજુ દીધાઁયુ માટે આ દિવસો મા વિશેષ રહેતી....
આપની બહુમુખી પ્રતિભાને અંતઃકરણ પૂવઁક નમનીય શ્રધ્ધાંજલી....ઈશ્વરને પ્રાથીઁએ કે આપના દૈવી આત્માને સદૈવ તમારી છત્રછાયા મા રાખે...
આમ ચાલ્યા ગયા એ સારુ ના કર્યુ..ભલેને ઉમર થઈ ગઈ હતી હવે ઉપરથી આશીર્વાદ નો છંટકાવ કરતા રહેશો......વંદનીય કૃતજ્ઞતા અમો આપના ઋણી છીએ......💐💐💐💐💐
● શ્રધ્ધાંજલી ●
•• વહાલા બ્રધર ••
મખમલી... પગલે સસ્મિત
આવતા મુજ પાસ શાંત ચિત્ત
મારા વિસ્મયને જગાડી ઊંડે
મુકી ગયા પ્રેમની રૂંવાટી
ઉમંગ અને શોકને તે મઢતા
સંબંધોમાં ગણનાયક તેઓ
કૃપાની એમની આંગળી એ
બધુ નિરુપમ, નિરાગસ છે
ઝંઝેરી રહે છે મને આ બધું
સ્હેજ મનની રેખાઓ ભીતર
જીવન ઉષ્મા ભયુઁ કરી સૈનુ
સ્થિર થઈ ગયા ક્ષિતિજમા
મનુ દાવલા


Comments
Post a Comment