Fr Pascal Ninama...
RIP...Father...🙏🌹
We are sad to inform you that *Fr. Pascal Jacob Ninama* the priest of Baroda Diocese passed away today morning Tuesday 20.04.2021. He is 56 years old and 25 years of priestly ministry. He was tested Covid 19 positive and was admitted at Parul Hospital, Waghodia Road. Further details are awaited.
Fr. John Raju
Bishop's secretary
From Father Anil Severin...FB...👇
આજે સવારથી મન ખિન્ન હતું. હમણાં જ સમાચાર મળ્યા, " ફાધર પાસ્કલ નિનામાનું સવારે અવસાન થયું છે". પારુલ હોસ્પિટલમાં તેઓ કોવિડની સારવાર લઈ રહ્યા હતા.
છેલ્લા 32 વર્ષનો અમારો સંગાથ હતો - મિત્રતા હતી. એને દુનિયા શુ કહેશેની પડી ન હતી એટલે દંભ કે બનાવટ એનાથી દૂર રહેતા. નિજાનંદી હતો પણ કોઈની ય મદદ કરવાની હોય તો બધું કરી છૂટતો. સરકારી અધિકારીઓ પાસેથી કામ કેમ કઢાવવું એને આવડતું એટલે બીજા ટેન્શનમાં હોય તો એ બેપરવાહ લાગે. વફાદાર મિત્ર હતો. એની ગમતી બાબત એ કે બધાજ વર્ગ, બધા પ્રકાર કે વ્યક્તિત્વ ધરાવતા અને બધી જ ઉંમરના લોકોમાં એના મિત્રો હતા. મને ખબર છે એ ઓછા બોલો વ્યક્તિ મૌન રહીને ઝાઝું કહી જતો. મિત્ર ગુમાવવાની વેદના અનુભવું છું. પાસ્કલ , આવજે...

Comments
Post a Comment