મે મહિનાની ભક્તિ...🙏
વ્હાલાં સ્વજનો,
*આવ્યો મે મહિનો...દિલ મારૂ રાચે, પ્યારી માતાને વધાવવા રે*
*માતા મારીયાના બાળકો...*
માતા મરીયમની મે મહિનાની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આવો આપણે સાથે મળી માતા મરીયમના મહિનાની શરૂઆત કરીએ. આપણ સૌને આ દિવસોમાં માતા મરિયમ દ્વારા પ્રભુની ખાસ કૃપાઓ મળશે.
*આ મહિનામાં વિશેષ કરીને જેઓ કોરોના વાયરસનો ભોગ બનેલા છે તે સૌને ઈશ્વર માતા મરિયમની ખાસ કૃપા દ્વારા સાજાપણું બક્ષે અને આપણને આ મહામારીનો સામનો કરવા આંતરિક શક્તિ આપે તે માટે ખાસ પ્રાર્થના કરીએ.*
માતા મરિયમની ભકિત બાબતે વડાધર્મગુરૂ ૬ઠ્ઠા પાઉલના શબ્દો હંમેશાં યાદ રાખીએ.
*"પવિત્ર મરિયમની ભકિત ત્યારે જ હિતકર ગણાય જ્યારે તે ઈસુની ભકિતને પોષક બને. ઈસુ પ્રત્યેની ભક્તિ વધે એજ આ મરિયમભકિતનું અંતિમ લક્ષ્ય ને ફળશ્રૃતિ હોવા જોઈએ."*
ગુજરાતમાં પ્રચલિત *મે મહિનાની ભકિત* માતા મરિયમની વિશેષ ભક્તિ છે. દરરોજની ભકિત અને પ્રાર્થના છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર ને નિયમિત ૧લી મેથી દરરોજ સવારે ૬:૦૦ વાગે આપના વોટ્સ એપ પર મોકલવામાં આવશે.
વડાધમૅગુરૂ પોપ ફ્રાન્સિસે આખી ધર્મસભાને મે મહિનામાં માતા મરિયમની ગુલાબમાળાની ભક્તિ અને વિશેષ પ્રાર્થના કરવા આહવાન કર્યું છે.
આપની કોઈ વિશેષ માગણી માટે મહીનાનો કોઈ દિવસ અર્પણ કરાવવા માગતા હોય તો નીચે આપવામા આપેલાં કૌંસમાં રજૂ કરી શકો છો. જે તે દિવસની ભક્તિ પ્રાર્થના સાથે તે પણ મોકલી આપવામાં આવશે. આમ ઘણા બધાં ભક્તો તે દિવસના હેતુ માટે પ્રાર્થના કરશે.
મોકલવામાં આવનાર ભકિત પ્રાર્થના આપ વ્યક્તિગતરીતે અથવા આપના પરિવારમાં સાથે બેસીને ગુલાબમાળાના અંતમાં પણ કરી શકો છો.
*આપને મળનાર ભકિત પ્રાર્થના અન્ય લોકો સાથે share કરવા વિનંતી*
પહેલો દિવસ - તારીખ 1 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત પહેલો દિવસ*
*માતા મરીયમનું ખરું સૌભાગ્ય*
શાસ્ત્રપાઠ: લૂક ૧૧: ૨૭ - ૨૮
પ્રાર્થના:
હે સર્વ શકિતમાન પરમેશ્વર, અમારું અંતર કુમારી મરિયમના જેવું સરળ ને નિષ્કલંક બનાવો. તમારો સંદેશો મળતાં એમણે પોતાની જાત તમને પૂરેપૂરી સોંપી દીધી, ને પૂરા પ્રેમથી તમારા શબ્દને ધારણ કર્યો. અમારું અંતર તમારા પુત્રનો સાચો આવાસ બની રહો. અમે સદા તમારી વાણીનું મનમાં સેવન કરીએ, અમારા કાર્યોમાં તમારી વાણી પ્રગટ કરીએ, ને સૌને તમારી વાણીમાં રહેલ મુકિતનો અનુભવ કરાવીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં. મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા મરણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*પહેલા દિવસની પ્રાર્થના અને માંગણી *
( આપના હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના - અખિલ ધર્મસભામાં કાર્યરત પોપથી માંડીને નોવિશ્યેટ સુધીના તમામ પુરોહિતો, સાધ્વી બહેનો, તમામ ધર્મ પ્રચારકો,સ્વયં સેવકો માટે...
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતાં આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*પ્રણામ મારીયા...*
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
બીજો દિવસ - તારીખ 2 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત બીજો દિવસ*
*માનવમાતાને પેટે જન્મેલ ઈશ્વરપુત્ર*
શાસ્ત્રપાઠ: ગલાતિયા ૪: ૪ - ૭
પ્રાર્થના:
હે પિતા, તમારા પોતાના પુત્રને તમે જગતમાં મોકલ્યો ને એણે માનવમાતાને પેટે જન્મ લીધો, જેથી અમે તમારા પુત્ર - પુત્રીઓ બની શકીએ. ઈસુ ઈશ્વરપૂત્ર અને મરિયમપુત્ર છે એ સત્યનો અમે શ્રદ્ધાથી સ્વીકાર કરીએ છીએ. તમારા આત્માનો અમારાં અંતરમાં સંચાર કરો ને તમારા સંતાનો માટે સાચવી રાખેલા સવૅ વરદાનો સવૅ માણસોને આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પુથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દિકરા પાસેથી, મારા મરણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*બીજા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના - કોરોના મહામારીના કારણે જે વ્યક્તિઓને પોતાના સ્વજનોની છેલ્લી ક્ષણોમાં મળવાની તક મળી ન હતી તેમના માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રુસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતાં આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સવૅ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
પ્રણામ મારીયા...
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
ત્રીજો દિવસ - તારીખ 3 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત ત્રીજો દિવસ*
*પ્રભુની પૂર્ણ કૃપા પામેલ કુમારી*
શાસ્ત્રપાઠ: લૂક ૧: ૨૬ - ૨૯
પ્રાર્થના:
હે અખંડ કુમારી મરીયમ, તને અમારા વંદન હો. તારુ શીલ સર્વ કુમારીકાઓનો આદર્શ છે. પ્રણામ હે કૃપાપાત્ર, પ્રભુ તારી સાથે છે. તું સર્વ યુગોનો આનંદ છે, સકળ સૃષ્ટિમાં તારું સ્થાન અજોડ છે. હે પાવન કુમારીકા, અમે તારું અભિવાદન કરીએ છીએ, ને ઈશ્વરે તારે ખાતર મહાન કાર્યો કર્યાં છે તે જોઇને અમે એમની સ્તુતિ પુકારીએ છીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં. મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા મરણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*ત્રીજા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના - જે વ્યક્તિઓ કોરોના મહામારીના ભોગ બન્યા નથી પરંતુ અન્ય બિમારીથી પીડાઈ રહ્યા છે અને હોસ્પિટલમાં છે તેમના માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતાં આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
પ્રણામ મારીયા...
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
ચોથો દિવસ - તારીખ 4 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત ચોથો દિવસ*
*ઈશજનેતા માતા મરીયમ*
શાસ્ત્રપાઠ: લૂક ૧: ૩૦ - ૩૪
પ્રાર્થના:
વધાવી લે દેવદૂતના શબ્દો, મરીયમ, અને શાશ્વત શબ્દને ધારણ કર. તારી કૂખે જે જન્મશે તે માનવ પણ હશે ને ઈશ્વર પણ હશે. તારી મારફતે પ્રભુ અમારા જેવો માણસ બનશે. મુકિતદાતાની માતા બનવા તો ઇસ્રાયલી નારીઓ તલસતી હતી. એ માન તારી આગળ ધરાયું છે. સ્વીકારી લે, ને સર્વ સ્ત્રીઓમાં ધન્ય બની રહે. પ્રભુની માતાનું પરમ પદ તું ધારણ કર. તારો મહિમા જોઈને બધા યુગો તને બડભાગી ગણશે.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા મરણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*ચોથા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના -
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતાં આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
પાંચમો દિવસ - તારીખ 5 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત પાંચમો દિવસ*
*મરીયમ કુંવારી કન્યા હતી ને માતા પણ હતી !*
શાસ્ત્રપાઠ: લૂક ૧: ૩૫ - ૩૮
પ્રાર્થના:
હે અખંડ કુમારી મરિયમ, દેવદૂતના શબ્દો તેં સાંભળ્યા છેઃ તને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહેશે. દૂત તારા જવાબની રાહ જોતો ખડો છે. આખી માનવજાત ખામોશ છે. સારીય સૃષ્ટિ ઉત્કંઠ છે. સૌને તારે મુખે "હા" સાંભળવી છે. સૌની મુકિતનો આધાર તારા પર છે. હા કહો, હે કુમારીકા, વિના વિલંબે હા કહો. માનવજાત ઝંખે છે એ શબ્દ સંભળાવ ને શાશ્વત શબ્દને ધારણ કર. જે તારું છે તે તું ઈશ્વરને ધરી દે ને જે ઈશ્વરનું છે તે તું ધારણ કરી લે. તારુ અંતર ખોલીને 'તું શ્રદ્ધા ધર, હે કુમારી, તારા હોઠ ઉઘાડીને તું હા પાડ, તારો ખોળો ધરીને તારા સજૅનહારને ધારણ કર.'
અને મરીયમે કહ્યું: "હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો."
માનવજાત પર તેં ઘણી કૃપા કરી, હે મરીયમ ! સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કૂખનું બાળક.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા ચારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*પાંચમા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના -
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સવૅ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
છઠ્ઠો દિવસ - તારીખ 6 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત છઠો દિવસ*
*માતા મરીયમ પર અભિનંદનોની વર્ષા*
શાસ્ત્રપાઠ: લૂક ૧: ૩૯ - ૪૫
પ્રાર્થના:
હે સર્વ શકિતમાન પરમેશ્વર, તારા પુત્રને પોતાના ગભૅમાં લઈને, તમારી પ્રેરણા અનુસાર, મરીયમ એલિસાબેતને મળવા નીકળી પડ્યા. મરીયમનો આદર્શ નિત્ય અમારી સામે રાખો. તમારા પુત્રને અમારા અંતરમાં રાખીને અમે અમારા ભાઈબહેનોની સેવા કરવા દોડી જઈએ ને સત્કર્મો કરતાં કરતાં ઉમળકાભેર આ જીવનયાત્રા કાપીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. 🙏
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દિકરા પાસેથી, મારા ચારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*છઠ્ઠા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી *
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના -
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સવૅ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
સાતમો દિવસ - તારીખ 7 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત સાતમો દિવસ*
*માતા મરીયમનું મહિમાગાન*
શાસ્ત્રપાઠ: લૂક ૧: ૪૬ - ૫૫
પ્રાર્થના:
તમારી સ્તુતિ હો, હે વિશ્વના માલિક, હે સર્વ શકિતમાન પ્રભુ પરમેશ્વર, અમે મરીયમના સૂરમા સૂર મેળવીએ છીએ અને આભારભયાઁ અંતરે તમારા મહિમાનું ગાન ગાઈએ છીએ. મરિયમ ખાતર તમે કેવાં મહાન કાર્યો કર્યાં! તમે અમારે ખાતર પણ એવા જ મહાન કાર્યો કર્યાં છે. તમારી દીનદાસી પર તમે તમારી કૃપાદષ્ટિ કરી અને એને તમારા પુત્ર ને અમારા મુકિતદાતાની માતા થવા પસંદ કરી. અમે તો તમારા દીનભકતો છીએ. અમે અધમ ને પાપીજનો છીએ, છતા તમે અમને તમારા સંતાનો થવા તેડયા છે ને તમારા મહિમાનાં અધિકારી કયાઁ છે. તમે જે અમારા ઉદ્ધારક પ્રભુ છો. અમારો આત્મા તમારામાં સદા રાચ્યા કરે છે, હે પિતા!
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં. મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પુથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા ચારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*સાતમા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી *
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના - સર્વ પરિવારો જે આ મહામારીમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ અને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સવૅ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
આઠમો દિવસ - તારીખ 8 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત*
*આઠમો દિવસ*
*યોસેફની મુંઝવણ*
શાસ્ત્રપાઠ: માથ્થી ૧: ૧૮ - ૨૫
પ્રાર્થના...
હે ધર્મનિષ્ઠ અને કર્તવ્યપરાણ યોસેફ, મરિયમને તારી પત્ની તરીકે અપનાવી લે. ડરીશ નહીં. તેને પુરુષથી નહીં પણ પવિત્ર આત્માથી ગર્ભ રહ્યો છે. તે બાળક પરાત્પર પરમેશ્ચરનો પુત્ર ને પયગંબરોને મુખે વણૅવાયેલ મુકિતદાતા છે. તે પોતાની પ્રજાને બંધનમાંથી છોડાવનાર છે. ઊઠ, અને તારી પત્ની મરીયમને ઘરે તેડી લાવ.
હે અખંડ કુમારી મરિયમ, તારા પતિના ઘરે જા. તું તો ઈશ્વરનો આવાસ ને પવિત્ર આત્માનું મંદિર છે. તારા કૌમાર્યનું ફૂલ સદા મઘમઘતું રહેશે, ને છતાં એના પર મુકિતનું ફળ પ્રગટશે. હેવાના સંતાનોનું દાસત્વ તારે દૂર કરવાનું છે. તું અમારા મુકિતદાતાને જન્મ આપ. અમારા મુકિતદાતાનો સર્વત્ર ને સદાસર્વદા મહીમાં થતો રહો. આમીન.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*આઠમાં દિવસની વિશેષ પ્રાર્થના અને માગણી*
(આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના - સંદેશાવ્યવહાર અને સંચાર ક્ષેત્રમાં કાર્યરત તમામ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
નવમો દિવસ - તારીખ 9 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત નવમો દિવસ*
*કુમારી કન્યા મરીયમ જન્મ આપે છે*
શાસ્ત્રપાઠ: લૂક ૨: ૧ - ૭
પ્રાર્થના:
હે પિતા, મરિયમે તમારા પુત્રને જન્મ આપ્યો તે સમયે જગત પર તમારા મહિમાનું નવું પરોઢ ઊગ્યું, ને એક નવા યુગનો આરંભ થયો. ઈસુ સૌને જીવન આપતો પરમપ્રકાશ છે. એ પ્રકાશ વડે અમારામાં જામેલો પાપનો અંધકાર વામી નાખો. અમારાં અંતરમાં સત્યના કિરણો પાથરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.🙏
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*નવમાં દિવસની વિશેષ પ્રાર્થના માગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના - આપણા દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને આ ખતરનાક મહામારીમાં પણ શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય તે માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારું રક્ષણ કરજો, આમેન!
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
દસમો દિવસ...તારીખ ૧૦ મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત દસમો દિવસ*
*બાળક તો માતાને ખોળે હોય*
શાસ્ત્રપાઠ: લૂક ૨: ૧૫ - ૧૯
પ્રાર્થના:
હે સર્વશકિતમાન પરમેશ્વર, અખંડ કુમારી મરિયમને ખોળે તમે તમારા પુત્રને જન્મ લેવડાવ્યો અને મરિયમ દ્વારા અમને મુકિતદાતાની ભેટ આપી. એ દિવ્ય માતાને ચરણે જનાર સૌ કોઈ ઈસુના દર્શન પામો. એમને આશરે દોડી આવનાર પરમ સંતોષ સાથે પાછા ફરો. એમની મદદ માગનાર સૌની પ્રાર્થના ફળો. સૌનો જન્મારો સફળ બનો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારું, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*દસમા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના -
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો.
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
અગિયારમો દિવસ - તારીખ 11 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત અગીયારમો દિવસ*
*પ્રભુને ચરણે ઈસુનું સમર્પણ*
શાસ્ત્રપાઠ: લૂક ૨ : ૨૨ - ૨૪
પ્રાર્થના:
ઉતાવળ કર, મરિયમ, તારા બાળકને મંદિરે લઈ જા અને એને પ્રભુને ચરણે ધરી દે, એ તારો પ્રથમ જન્મેલ પુત્ર છે તેમ સકળ સૃષ્ટિમાં પણ તે પ્રથમ છે. આખીય માનવજાત ને સારીય સૃષ્ટિ તારી સાથે પ્રભુની સન્મુખ ખડી રહેશે, તે તારી સાથે જોડાઈ જશે ને એ પ્રથમ જન્મેલા પુત્રને એના જનકને ચરણે ધરશે. હે સકળ સ્ત્રીઓમાં ધન્ય નારી, સઘળા તારી રાહ જોતાં ઊભા છે. ઉતાવળ કર, હે પરમ સૌભાગ્યવતી, તારા બાળકને મંદિરે લઈ જા અને એને પ્રભુને ચરણે ધરી દે.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*અગીયારમાં દિવસની વિશેષ પ્રાર્થના અને માગણી*
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના - ગરીબો, ઘર વિહોણા લોકો અને આર્થિક રીતે પડી ભાંગેલા વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો.
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો.
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
બારમો દિવસ - તારીખ 12 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત બારમો દિવસ*
*યુગજૂની ઝંખના ફળી*
શાસ્ત્રપાઠ: લૂક ૨ : ૨૫ - ૩૨
પ્રાર્થના...
હે નાથ, તમારા નિર્માણ અનુસાર કુમારીકાની કૂખે જગપ્રકાશનો ઉદય થયો. તમારા મહિમાથી સમસ્ત વિશ્વને અજવાળી દો. અમને સતત પ્રકાશ આપતા રહો, અને જ્યાં સર્વ માનવીઓનો કુળદીપક ઝળહળી રહ્યો છે ત્યાં તમારા સ્વર્ગદરબારમાં અમને દોરી જાઓ. ત્યાં અમે એના નજરોનજર દર્શન કરીને સદાને માટે કૃતાર્થ થઈશું, ને મુકતકંઠે તમારી અનુપમ લીલાનાં ગાન ગાયા કરીશું. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.🙏
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પુથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*બારમાં દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી *
(આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના - જેઓ એકલા છે અને એકલા હાથે સંઘર્ષ કરી રહ્યાં છે, તેમજ જેમણે જીવવાની આશા ગુમાવી દીધી છે એવા તમામ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં તમે સહભાગી થયા હતાં.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો જ,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો.
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો. આમેન. 🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો.
તેરમો દિવસ - તારીખ 13 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત તેરમો દિવસ*
*મરિયમનું અંતર તલવારથી વીંધાઈ ગયું*
શાસ્ત્રપાઠ: લૂક ૨ : ૩૩ - ૩૫
પ્રાર્થના:
આ વૃદ્ધ માણસ તમને આ શું કહી રહ્યો છે, માતા ? દેવદૂતે તો તમને બીજી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, તમારો પુત્ર તો પરાત્પર પરમેશ્વરનો પુત્ર છે, તેના રાજ્યનો કદી અંત આવશે નહીં. એના જન્મના સમાચારથી સર્વ પ્રજાઓને ઘણો આનંદ થશે. તો પછી એજ દીકરો ઘણાંની પડતીનું કારણ ને વિરોધનું નિશાન બનવા પેદા થયો છે એવું આ વૃદ્ધ તમને શા માટે કહી રહ્યો છે ? એના બોલ અમને ગુંચવણમાં નાખી દે છે. તમારા વિશે પણ તે કેવુ કહે છે : તારુ અંતર પણ તલવારથી વીંધાઈ જશે ! આ વાત અમને ભયભીત કરી મૂકે છે. પણ આખરે અમારી આ દ્રૃષ્ટિ સંસારના લોકોની દ્રૃષ્ટિ છે. અમે એ દ્રૃષ્ટિ છોડી દઈએ એ માટે હે માતા, અમને મદદ કરો. ક્રૂસનો જીવનમંત્ર અમારા અંતરમાં કોતરો, અને ક્રૂસનો બોજો જીવનમાં આનંદથી ઉપાડીએ એવી અમને શક્તિ આપો.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારું, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*તેરમા દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી*
(આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં.)
ખાસ પ્રાર્થના - જેલમાં સજા ભોગવી રહેલા તમામ બંદીવાન ભાઈ બહેનોના હ્દય પરિવર્તન થાય તે માટે પ્રાર્થના કરીએ
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રૂસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
ચૌદમો દિવસ - તારીખ 14 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત ચૌદમો દિવસ*
*ઈસુ માતાની છાયામાં મોટા થયા*
શાસ્ત્રપાઠ: લૂક ૨ : ૩૯ - ૪૦
પ્રાર્થના:
ધન્ય છો તમે, હે કુમારી માતા ! ઈસુનો પિંડ તમારા ઉદરે બંધાયો. બેથલેહેમમાં તમે ઈસુને જન્મ આપ્યો ને નાસરેથમાં એમનો ઉછેર કયોઁ. માતા જે કાંઈ કરી શકે તે બધું તમે ઈસુ માટે કર્યું. તમારી સંભાળ હેઠળ ઈસુ બળ, બુદ્ધિ અને ઉંમરમાં વધતાં ગયાં. હે ઈસુના તથા અમારા માતા, ઈસુનો પિંડ અમારામાં ઉતારો, ઈસુનું રૂપ અમારામાં ઉતારો. બધી બાબતમાં વધતાં વધતાં અમે ઈસુની જેમ પરિપૂર્ણ બની જઈએ એ માટે અમને સહાય કરો.સદાસર્વદા ઈસુનો મહિમા થતો રહો. આમીન.🙏
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી મા, મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*પ્રણામ મારીયા.....*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*પ્રણામ મારીયા.....*
સ્વર્ગ તથા પૃથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*પ્રણામ મારીયા.....*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દીકરા પાસેથી, મારા તારણને સારું, જરૂરના પ્રસાદ મેળવ.
*પ્રણામ મારીયા.....*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*પ્રણામ મારીયા.....*
*ચૌદમાં દિવસની વિશેષ પ્રાર્થના અને માંગણી *
( આપના અંગત હેતુઓ અહીં રજૂ કરવાં. )
ખાસ પ્રાર્થના - સર્વ વૈજ્ઞાનિકો અને મેડિકલ ક્ષેત્રે શોધખોળ કરી રહેલા તમામ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રૂસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો.
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ, પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદર્દોને પોતાને શિરે લઈ લીધા.અમારા દુઃખદર્દોનો ભાર એમણે વેઠયો હતો.જેથી ક્રુસ દ્વારા અમે પુનરુત્થાનનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતાં આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સર્વ સંકટોમાં અમારું રક્ષણ કરજો, આમેન !🙏
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતી કરો*
પંદરમો દિવસ - તારીખ 15 મે
*માતા મરીયમની મે મહિનાની ભકિત પંદરમો દિવસ*
*પરમપિતા ઈસુના સાચા પિતા હતા*
શાસ્ત્રપાઠ: લૂક ૨ : ૪૧ - ૫૦
પ્રાર્થના:
"તમને ખબર નહોતી કે, હું તો મારા પિતાના ધરમાં જ હોઈશ?" હે માતા ઈસુના આ શબ્દો તમારા મનમાં સતત ઘોળાયા કયૉ હશે, તમે સતત પરમપિતા અને ઈસુ વચ્ચેના સંબંધને સમજવા મથતાં રહ્યાં હશો. માનવી તરીકે ઈસુ હતા પરમપરાત્પર પરમેશ્વરના સેવક, અને તમે હતા ઈશ્વરનાં ચરણોની દાસી. જીવનની પ્રત્યેક સ્થિતિમાં ઈશ્વર રાખે તેમ રહેવાનું અમને બળ આપો. ઈશ્વરની સેવામાં અમને સદા તત્પર રાખો. આમીન.
*પવિત્ર મારીયાને મુબારકબાદી*
મારીયા મારી સૌથી મીઠી માં. મારા જીવનની દરેક પળમાં મુજ પાપીનું સ્મરણ કર.
*.....પ્રણામ મારીયા*
ઈશ્વરી પ્રસાદના ઝરા, મારા પાપો વિશે રૂદન કરવા, મને પુષ્કળ આંસુ આપ.
*.....પ્રણામ મારીયા*
સ્વર્ગ તથા પુથ્વીના રાણી, મારા આત્માના પરીક્ષણો સામે, તું મારો આધાર અને રક્ષક થા.
*......પ્રણામ મારીયા*
યોહાકીમ અને અન્નાની નિષ્કલંક દિકરી, તારા સૌથી પવિત્ર દિકરા પાસેથી, મારા તારણને સારુ, જરૂરના પ્રસાદ મેળવ.
*.....પ્રણામ મારીયા*
પાપીઓની મધ્યસ્થી અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કર, અને મારે સારુ સ્વર્ગનું દ્વાર ઉઘાડ.
*.....પ્રણામ મારીયા*
*પંદરમાં દિવસની વિશેષ પ્રાથૅના માગણી*
જેડનની તંદુરસ્તી માટે
રાજુભાઈની તંદુરસ્તી માટે
જીગ્નેશની તંદુરસ્તી માટે
પરેશ પરમારની તંદુરસ્તી માટે
પરસોતમભાઈની તંદુરસ્તી માટે
સુરેખાબેનની તંદુરસ્તી માટે
તેમજ આમતેમ ભટકતા અને રહેઠાણની શોધમાં એક જગ્યા થી બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહેલ તમામ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ
હે માતા મરિયમ,
મુકિત અને આશાકિરણ થઈને તમે અમારી યાત્રાને સતત અજવાળતાં આવ્યાં છો.
હે આરોગ્યદાયી માતા અમે તમારે શરણે આવીએ છીએ.
ક્રુસની નીચે તમારી શ્રદ્ધા અકબંધ રાખી પ્રભુ ઈસુની વેદનામાં સહભાગી થયા હતા.
અમારી જરૂરીયાતોથી તમે વાકેફ છો,
ગાલીલના કાના ગામની જેમ જ તમે અમારી વ્હારે ધાશો જ.
આ કસોટીનો કાળ વીતતા આનંદ ને ઉત્સવનું વાતાવરણ ફરી જામે તે માટે તમે અમને સહાય કરશો.
હે દૈવી દયાના માતાજી,
અમે સૌ પરમપિતાની ઈચ્છાને માથે ચડાવીએ,
પ્રભુ ઈસુ કહે તે પ્રમાણે અમે કરીએ, એ માટે તમે અમારી વ્હારે ધાઓ.
તેમણે અમારા દુઃખદદૌને પોતાને શિરે લઈ લીધા.
અમારા દુઃખદદૌનો ભાર એમણે વેઠયો હતો,
જેથી ક્રુસ દ્વારા અમે પુનરુત્થાનો આનંદ પામી શકીએ.
હે ઈશ્વરના પાવન માતા, અમે તમારી માતૃછાયા શોધતા આવ્યા છીએ. અમારી ભીડમાં અમને તરછોડી ના દેશો, બલ્કે અમારી અરજો સદા કાને ધરજો, ને સવૅ સંકટોમાં અમારુ રક્ષણ કરજો, આમેન!
*હે પ્રભુ ઈસુના માતા.. અમારા માટે વિનંતિ કરો*
-: કોરોના માટે ખાસ ભક્તિ :-

Comments
Post a Comment