ઈશ્વર પર ભરોસો...

ચાલાકને તેની ચાલાકી જ ભારે પડે છે ..!!

(આ એક કાલ્પનિક વાર્તા છે.બાઇબલમાં અપ્રસ્તુત છે.દક્ષિણ ભારતની સભાઓમાં દર્શકોનું ધ્યાન જાળવી રાખવા માટે આ પ્રકારની વાર્તાઓ કહેવામાં આવે છે.)

આપણા પ્રભુ ઈસુને કુલ બાર શિષ્યો હતાં.લગભગ બધા શિષ્યો આજ્ઞાકારી હતા. ઈસુ આજ્ઞા આપે તો તેઓ તરત માનતા.સહર્ષ સ્વીકારતા અને પાળતાં.પણ બાર શિષ્યોમાં યહુદા અપવાદ હતો.તે આજ્ઞા માનવાને બદલે ચાલાકી કરતો.

સેવાનો પ્રથમ દિવસ હતો.બાર શિષ્યોની પસંદગી થઇ ચુકી હતી.પ્રથમવાર ઈસુ પોતાના શિષ્યોને લઇ સેવાકાર્ય માટે બહાર નીકળી રહયા હતાં.બધાં શિષ્યો આતુર અને ઉત્સુક હતા.પરંતુ શિષ્યોને એમ કે,અમારે શું કરવાનું ??
ત્યાંરે  ઈસુએ જાણે શિષ્યોનો વિચાર જાણી લીધો હોઈ તેમ કહ્યું,તમે દરેક જણ પોતપોતાના હાથમાં એક-એક પથ્થર લઇ લો.શિષ્યો ચોંક્યા...!!"આ ગુરુ તો આપણા વિચારો પણ  જાણી જાય છે."કહેતા હાથમાં પથ્થર લઇ લીધા.

ત્યારે યહૂદાએ જાણીબૂઝીને નાનો પથ્થર લીધો. મનમાં કહેવા લાગ્યો કે શું કોઈ ગુરુ પોતાના શિષ્યોને પથ્થર ઊંચકાવે ?? ઈસુ વૈતરાં કરાવે છે,ખોટી મહેનત કરાવે છે.આવું કરીને અમારી પર પહેલેથી દાબ  રાખવા માંગે છે.

આગળ જતા એમ થયું કે જમવાનો સમય થયો.પણ ક્યાંય જમવાની વ્યવસ્થા નહોતી.એટલે ઈસુએ નાની પ્રાર્થના કરી.શિષ્યોના હાથમાં જે ગોળ પથ્થરો હતા તેઓ રોટલી બની ગયા.જે માપના પથ્થર હતા બિલકુલ તે માપની  રોટલી બની હતી.બધા શિષ્યો હરખથી પોતાની રોટલીઓ ખાવા લાગ્યા.એકમાત્ર યહુદા નાખુશ હતો.બધા કરતા તેની રોટલી નાની હતી.તેણે સૌથી નાનો પથ્થરો લીધો હતો.એ દિવસે તેણે ખુબ ભૂખ વેઠી.

બીજો દિવસ થયો.શિષ્યો તૈયાર થઇ ગયા.ઈસુએ પૂછ્યું,પહેલો દિવસ તમને કેવો લાગ્યો..?? શિષ્યોએ, બહુ સરસ પ્રભુ ..બહુ સરસ ..!! તરત ઈસુએ કહ્યું,આજે પણ આપણે બહાર જવાનું છે.આજે પણ એક -એક પથ્થર લઇ લો.પથ્થરની વાત સાંભળી યહુદા વિચારમાં પડી ગયો. ગઈ કાલની વાત યાદ આવી.માટે તેણે બધા શિષ્યો કરતા મોટો પથ્થરો ઉઠાવી લીધો.મનમાં કહેવા લાગ્યો "આજે બધા કરતા મોટી રોટલી હું ખાઈશ.મારો પથ્થરો મોટો..!!

આગળ જતાં  શિષ્યોમાં વાદ થયો.દરેક શિષ્યો કહેવા લાગ્યા.હું ઈસુને સૌથી વધુ પ્રેમ કરું છું.વિવાદ વધવા લાગ્યો માટે ઈસુએ રોકવા ઉપાય કર્યો.કહ્યું, જે પોતોનો પથ્થર દૂર સુધી ફેંકશે તેઓ મને પ્રેમ  કરે છે.બધા પાસે માપના પથ્થર હતા.તેઓએ દૂરદૂર  સુધી  ફેંક્યા એકલા યહુદાનો પથ્થર નજીકમાં પડ્યો હતો..!! બધા શિષ્યો યહુદાનો નજીક પડેલો પથ્થર જોવા લાગ્યા.ઈસુએ કહ્યું,બસ યહુદા તું મને આટલો જ પ્રેમ કરે છે ??!!

યહુદા પોતાની ચાલાકીથી મોટી રોટલી ખાવા ગયો.પણ બધું ઊંધું થયું.મોટો પથ્થર ઉપાડીને મહેનત માથે પડી..!!
અને ઈસુને સૌથી વધુ પ્રેમ કરનારની યાદીમાં સૌથી છેલ્લો ક્રમ મળ્યો..!!

ઈસુએ સંદેશામાં ઘણીવાર કહ્યું હતું.પોતાની અક્કલ(ચાલાકી) પર ભરોસો ના રાખો.પોતાનો વિશ્વાસ ઈશ્વર પર રાખો.તે આપણને સંભાળશે.સાચવશે.

ત્રીજા દિવસે ઈસુને ઘણે દૂર જવું હતું.તેમણે  શિષ્યોને બે બે પથ્થરો લઇ લેવાની આજ્ઞા કરી.તરત બધા શિષ્યોએ પથ્થરો લઇ લીધા.પણ યહૂદાએ ચાલ રમી.જાણીબૂઝીને એક પથ્થર નાનો અને એક પથ્થર મોટો લીધો.નાનો પથ્થર દૂર ફેંકવા અને મોટો પથ્થર મોટી રોટલી ખાવા..!!

ઈસુ રોકાયા વિના ચાલતા રહ્યા. ઉનાળાના દિવસો હતા  અને બપોરનો સમય હતો.એવામાં આગળ જતા રણપ્રદેશ આવી ગયો.ઈસુને પોતાના શિષ્યોની ચિંતા થઇ.તેમણે  પ્રાર્થના કરી.શિષ્યોએ આંખ ખોલી તો તેમના બે પથ્થરો બે ચંપલોમાં રૂપાંતરિત થઇ ગયા.તેઓની ખુશીનો પાર ન રહ્યો..!! તેઓને મળેલા ચપ્પલ પહેરી લીધા અને એવા ઝડપથી ચાલવા લાગ્યા જાણે રણમાં ઊંટ ચાલતા હોય ..!!

શિષ્યો બધા આગળ-આગળ ચાલવા લાગ્યા પણ યહુદા સૌથી પાછળ ચાલી રહ્યો હતો.તે બધાને ધીરે ચાલવા વિનંતી કરી રહ્યો હતો.અને કહેતો હતો કે,"કોઈ મને પોતાના ચપલ  આપો..!!" પણ રણમાં કોઈ પોતાના ચપ્પલ
આપે..?? 

ઈસુની પ્રાર્થના બાદ બધાને એકસરખા ચપ્પલ મળ્યા હતા.પથ્થરો એકસરખાં હતા પણ માત્ર  યહૂદાનો  એક ચપ્પલ નાનો અને બીજો ચપ્પલ મોટો હતો.કારણ તેણે એક નાનો એક મોટો પથ્થર લીધો હતો. માટે તે  ચાલી ન શક્યો.ચાલાક યહુદા આ વખતે ફસાયો.દઝાયો. તે બૂમો પાડવા લાગ્યો.ઈસુને કહેવા લાગ્યો."મારી મદદ કરો.મદદ કરો.. થોભી જાઓ." ત્યારે ઈસુ થંભ્યા.

વાર્તાનો સારાંશ:પોતાની અક્કલ(ચાલાકી) પર ભરોસો ન  રાખવો.પોતાનો વિશ્વાસ ઈશ્વર પર રાખવો.આપણી દરેક જરૂરતોની ચિંતા તે કરે છે.

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26