World going according to the Bible...

આજે આખી દુનિયા CORONA VIRUSની અસર હેઠળ મહા મુશ્કેલી માંથી પસાર થઈ રહી છે, જો કે બાઈબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે આ પ્રકારની અને આના કરતા પણ ભયાનક મુશ્કેલીઓ અંત સમયમાં આવનાર છે. (ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર અને બાઈબલના વચનો પ્રમાણે જીવન જીવનાર માટે આ કોઈ ચોકાવનારી બાબત નથી.)
દુનિયામાં આ પ્રકારની મુશ્કેલીઓનું પ્રમાણ એટલું વધી જશે કે દુનિયાના દેશોએ ભેગા થવું પડશે, જેને ONE WORLD NATION કહેવામાં આવશે, જેની તૈયારી UNITED NATION છે. દુનિયાના ધર્મો પણ એક થઈને ONE WORLD RELIGION બનાવશે (જે તૈયાર થઈ ચુક્યું છે.)
અને આ બધી જ બાબતોને સંભાળવા દુનિયા પરના દરેક વ્યક્તિની માહિતી એકઠી કરવામાં આવી રહી છે, જે એક નંબર અથવા ચીપ સ્વરુપે અસ્તિત્વમાં આવશે. (મોબઈલ નંબર, આધાર કાર્ડ, ડેબીટ કાર્ડ તથા બેંક, લાયસન્સ, આર.સી. બુક બધી જ બાબતો માટેના સ્માર્ટ કાર્ડ કે જેની ચીપમાં તમારી સર્વ માહિતી રહેલી છે. આ બધી જ બાબતો બાઈબલની ભવિષ્યવાણીઓ પુરી કરી રહ્યું છે.)
➡ આ બધુ શા માટે થશે ?
જવાબ. Anti-Christ કે જે આખી દુનિયા પર રાજ કરશે અને મનુષ્યને નંબર મળનાર છે તે તેના નંબરથી ઓળખાશે. આ Anti-Christ આખી દુનિયાને ત્રાસ પમાડશે. જેને બાઇબલ મહા-વિપત્તિકાળ કહે છે. જે સમય 7 વર્ષનો હશે, જેને બે ભાગમાં વહેચવામાં આવશે, સાડા ત્રણ + સાડા ત્રણ વર્ષ. પ્રથમ સાડા ત્રણ વર્ષ માં તે દુનિયામાં શાંતિ કરાવશે, પણ બાકીના સાડા ત્રણ વર્ષ ભયાનક ત્રાસ પમાડશે. જે સહન કરવું અઘરું થઈ પડશે.
✅ બચવાનો ઉપાય?
બાઈબલ પ્રમાણે એક ઘટના બનવાની છે કે જેમાં પૃથ્વિ પરથી લોકો અદ્રશ્ય થઈ જશે. તેનુ કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પર વિશ્વાસ કરનાર અને તેમના કહ્યા પ્રમાણે જીવન જીવનાર (આ એવા લોકે જેમણે ઈસુ ખ્રિસ્તના ક્રોસ પર પાપોની માફી માટે ઇપવામા આવેલા બલીદાન પર વિશ્વાસ કરીને ઈશુને પોતાનું જીવન સોંપી સજીવન થયેલા ઈસુના વચના પ્રમાણે જીવન જીવે છે, તેવા લોકો) લોકોને વાદળો પર લેવા આવશે, અને આ ઘટના આંખના પલકારામાં થઈ જશે. જેને RAPTURE કહેવામાં આવે છે.
જે લોકો બાકી રહી જશે તેઓએ ANTI-CHRIST એટલે કે શેતાનના રાજમાં ભયાદક ત્રાસમાં જીવન જીવવું પડશે.
RAPTURE ક્યારે થશે ?
બાઈબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે, દુનિયામાં, ભુકંપ, દુકિળ, મહામારી, કુદરતી હોનારતો, લડાઈઓ, પ્રજા પ્રજાની વિરુદ્ધ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, દેશ દેશની વિરુદ્ધ આ બધી બાબતો થાય ત્યારે ઈસુ ખ્રિસ્ત વાદળો પર લેવા આવશે. (આમાની એક પણ બાબત બાકી નથી, આખી દુનિયા આજે બીકમાં, દહેશતમાં જીવી રહી છે.)
✅ ઈસુ ખ્રિસ્ત તેમને સમર્પીત લોકોને લેવા આવી રહ્યા છે. જે પાપોની માફી પ્રાપ્ત કરેલ લોકોને અનંતકાળનું જીવન (મોક્ષ) આપશે.

🔴  આ બાબતો પર કોઈ વિશ્વાસ કરે કે ન કરે પણ આજે દુનિયા લોકો, દેશોની સરકાર (ઈસુ ખ્રિસ્તમાં માનતી હોય કે ન હોય, Tachnology  આ બધુ જ બઈબલ પ્રમાણે જ જઈ રહ્યું છે. 😊

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26