વ્હાલાં સ્વજનો અને શ્રદ્ધાળુઓ, *આવ્યો મે મહિનો...દિલ આપણું રાચે, પ્યારી માતાને વધાવવા રે, ભક્તિ થકી વધાવીએ...* *માતા મારીયાના બાળકો...* માતા મરીયમની મે મહિનાની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આવો આપણે સાથે મળી માતા મરીયમના મહિનાની શરૂઆત કરીએ. આપણ સૌને આ દિવસોમાં માતા મરિયમ દ્વારા પ્રભુની ખાસ કૃપાઓ મળશે. *આ મહિનામાં વિશેષ કરીને જેઓ ગંભીર બીમારીઓનો અને વ્યસનોના ભોગ બનેલા છે તે સૌને ઈશ્વર માતા મરિયમની ખાસ કૃપા દ્વારા સાજાપણું બક્ષે અને આપણને આ જીવનની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા આંતરિક શક્તિ આપે તે માટે ખાસ પ્રાર્થના કરીએ.* માતા મરિયમની ભકિત બાબતે વડાધર્મગુરૂ ૬ઠ્ઠા પાઉલના શબ્દો હંમેશાં યાદ રાખીએ. *"પવિત્ર મરિયમની ભકિત ત્યારે જ હિતકર ગણાય જ્યારે તે ઈસુની ભકિતને પોષક બને. ઈસુ પ્રત્યેની ભક્તિ વધે એજ આ મરિયમભકિતનું અંતિમ લક્ષ્ય ને ફળશ્રૃતિ હોવા જોઈએ."* ગુજરાતમાં પ્રચલિત *મે મહિનાની ભકિત* માતા મરિયમની વિશેષ ભક્તિ છે. દરરોજની ભકિત અને પ્રાર્થના છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર ને નિયમિત ૧લી મેથી દરરોજ સવારે ૬:૦૦ વાગે આપના વોટ્સ એપ પર મોકલવામાં આવશે....
વ્હાલા સ્વજનો, દર વર્ષે 22 જુલાઈથી 31 જુલાઈ સુધી સંત ઈગ્નાસની ભકિત કરવામાં આવે છે.આ ભકિતનો સમય ફરીથી આવી ચૂક્યો છે.ચાલો જોડાશે આ ભકિતમાં... *ઈસુસંઘના સ્થાપક હે ઈગ્નાસ,* *અમ અંતરની ગૃહ્ય ગૃહામાં,* *પ્રગટાવો ને પ્રકાશ.* સંત ઈગ્નાસની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આપણે સૌ આ દિવસોમાં સંત ઈગ્નાસની ભક્તિ દ્વારા માતા મરિયમની અને પ્રભુની ખાસ કૃપાઓ મેળવીએ. ઈસુસંઘ આ વર્ષે *સંત ઈગ્નાસ વર્ષ* ની ઉજવણી કરે છે. આપણા માટે આ વર્ષ દરમિયાન એમના *જીવનપરિવર્તન વિશે વધારે જાણવાનો એક યોગ્ય સમય છે,* જેથી આપણને પણ એજ અનુભવ થાય જે એમને થયો હતો. *એમની જેમ આપણે પણ ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળીએ,* જેથી કરીને એમની હાકલ આપણી હાકલ બની જાય. સંત ઈગ્નાસ વર્ષ દરમિયાન જયારે આપણે સંત ઈગ્નાસના જીવનપરિવર્તન વિશે વાંચીએ છીએ , ત્યારે પ્રાર્થના કરીએ કે વાંચતાં વાંચતાં આપણા જીવનમાં પણ પરિવર્તન આવે. *સંત ઇગ્નાસે પોતાના તોપગોળના અનુભવને સકારાત્મક પ્રતિસાદ આપ્યો. આપણે પણ આપણા તોપગોળના અનુભવોને, 'નથી સારા' એવા અનુભવોને, અને આજના સંદર્ભમાં કોરોનાના અનુભવોને સકારાત્મક વલણથી જોઈએ.* બીજા શબ્દોમાં કહીએ તો આ બધા અનુભવોને આપણે...
અવર લેડી ઓફ લુડ્સ ચર્ચ વ્હાઈટફીલ્ડ, બેંગલોરમાં પેરીસના વાર્ષિકોત્સવ (Annual Feast) ઉજવણી પૈકીની નવ સંધ્યા ભકિતના બીજા દિવસે આજે બેંગલોરના ઓક્સિલરી બિશપ્સ પૈકી પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી આરોકરાજ સતિષકુમારે ચર્ચ કમ્પાઉન્ડમાં માતા મરિયમની ટેકરી આગળ વિશાળ જનસમુદાયમાં ખ્રિસ્તયગ્ન અર્પણ કરી પેરીસના કપલ્સ માટે ખાસ પ્રાર્થનાઓ કરી જીવનમાં Sorry અને Thanks બે શબ્દોને અપનાવી લગ્ન જીવનને સફળ અને આનંદદાયી બનાવવાનું આહવાન કર્યું હતું. ખ્રિસ્ત યગ્ન પહેલા એમણે માતા મરિયમના સરઘસ સાથે ગુલાબમાળા ભક્તિમાં ભાગ લીધો હતો.
Comments
Post a Comment