ફા. વર્ગીસ પૉલ...10.4.21
🙏✝️Rest In Peace✝️🙏
*ફાધર વર્ગીસ પોલ એસ જે,* આજે સવારે ( દસમી એપ્રીલ) પ્રભુને પ્યારા થઈ ગયા.
મુખ્યત્વે લેખન અને વિવિધ લોકોને ઈસુ પ્રભુ વિશે જ્ઞાન આપવાના સેવાકાર્યમાં તેમણે પોતાનું જીવન વિશિષ્ટ રીતે ગુજરાતને સમર્પણ કર્યું.
છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં તેમની સારવાર ચાલતી હતી. આજે સવારે, ૭.૩૦ વાગે હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
તેઓ વર્ષો સુધી દૂતના તંત્રીપદે સેવા આપી હતી. તેમનાં લખાણો થકી તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. તેમણે સમાજના ઘણાં યુવક-યુવતીઓને પત્રકારત્વ અને લેખનકળામાં આગળ વધવા પ્રોત્સાહન, દોરવણી અને સહકાર આપ્યો છે. ગુજરાતી પ્રજા તેમની ઋણી રહેશે.
*ફાધર વર્ગીસ પોલ - જીવન ઝરમર*
ઉંમર ૭૮ વર્ષ.
44 વર્ષ - પુરોહિત તરીકે
57 વર્ષ - ઈસુસંઘમાં સંન્યસ્ત જીવન
તેમની દીક્ષા રોમમાં જૂન, 1977માં થઈ હતી.
દૂતના તંત્રી તરીકે પંદર વર્ષથી વધુ સેવા આપી હતી.
SAR સમાચાર સંસ્થાના ડિરેક્ટર તરીકે તથા દક્ષિણ એશિયાના કૅથલિક પ્રેસ એસોસિયેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી.
કૅથલિક ઇન્ફોર્મેશન સર્વીસની સ્થાપના તેમણે કરી હતી. 1984 થી 2018 સુધી તેઓ આ સંસ્થાના ડાયરેક્ટર તરીકે રહ્યા હતા. આ સંસ્થા થકી તેમણે હજારો લોકોને પ્રભુ ઈસુ વિશે પત્ર-વ્યવહાર દ્વારા શિક્ષણ પૂરું પાડ્યું હતું.
ગુજરાતી ક્રિશ્ચયન પ્રેસ કાઉન્સિલના સ્થાપક અને આજીવન અધ્યક્ષ રહીને તેમણે ઘણાંને પુસ્તક પ્રકાશન માટે મદદ કરી હતી.
તેમના લેખન કાર્ય માટે તેમને દેશવિદેશમાં ઘણાં પારિતોષિકો અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.
પોતે બિનગુજરાતી હોવા છતાં, ૪૨થી વધુ પુસ્તકો લખીને તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધિ બક્ષી. ગુજરાતી લેખન-જગતને તેમની ખોટ સાલશે.
પ્રભુપિતા ફાધર વર્ગીસને શાશ્વત આનંદ બક્ષે.
✝️✝️ ✝️✝️

Comments
Post a Comment