પવિત્ર અઠવાડિયું...ચિંતન...
*આ તારી મા!*
*(પવિત્ર શુક્ર્વાર અને પવિત્ર શનિવારનુ મનનચિંતન)*
*(આ એક કલ્પીત વાર્તાલાપ છે. તેના સંવાદો આજના ઘરડા મા-બાપની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખાયેલા છે. કેટલીકવાર ઘરડા મા-બાપે જીવનની છેલ્લી ઓથ ઘરડાઘરમાં લેવી પડે છે. ઘણીવાર સમાજ શુ કહેશે તે બીકે મા-બાપને ઘરડાઘરમાં ન મોકલતા ઘરમા જ એક ઘરડાઘર ઊભુ કરાય છે. મા-બાપ દ્વારા બનાવવામાં આવેલા લાખો રુપિયાના મકાનમાં છેકછેવાડાની એક અંધારી અને હવાઉજાસ વગરની ગરમ ઓરડીમાં તેમને રાખવામા આવે છે. શુ આવા જીવતા મા-બાપ જે માતા મરીયમનુ સ્વરુપ સમાન છે તેમને બાજુમા રાખી ફક્ત અને ફક્ત માતા મરીયમની ધામે ધામે ભક્તિ જ કર્યા કરીશુ તે કેટલુ ઉચીત રહેશે??? મુશ્કેલી વેઠી રહેલા ઘરડા મા-બાપની વિકટ પરિસ્થિતિને સંતાનો સમજી શકે તે અર્થેનો આ એક પ્રયાસ છે.)*
(યોહાનકૃત શુભસંદેશના અધ્યાય ૧૯માં ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણનો પ્રસંગ વર્ણવામાં આવ્યો છે. ઈસુના ક્રૂસ પાસે તેમની મા, માસી, કલોપાની વહુ મરિયમ, અને મગદલાની મરિયમ ઉભા છે. ઈસુને પોતાની અંતિમ ઘડી નજદીક દેખાય છે. મરતા પહેલા ઈસુ પોતાના માતાની જવાબદારી વ્હાલા શિષ્યને સોંપવા માગે છે. તે ક્રૂસ ઉપરથી વ્હાલા શિષ્યને બોલાવે છે અને તેની સાથે વાર્તાલાપ શરુ કરે છે.)
ઈસુ : વ્હાલા શિષ્ય યોહાન, મારી માને લઇ મારી નજદીક આવ. આજે હું તને એક મહત્વની જવાબદારી સોંપવા માગું છું.
યોહાન : તમે મને એવી તે કઈ જવાબદારી સોંપવા માગો છો ??? હું હાજર છું ગુરુજી. હું તે પૂર્ણ કરવા બધુ જ કરી છુટીશ.
ઈસુ : યોહાન મારુ મ્રુત્યુ હવે નજીદીક છે. હું તને મારા મૃત્યુ બાદ મારી માની જવાબદારી સોંપવા માગું છું.
(ઈસુની વાત સાભળતા જ યોહાન અસ્વસ્થ થઇ જાય છે. યોહાનનું મો આ બાબતની સ્પષ્ટ ચાડી ખાય છે.)
ઈસુ : યોહાન હું તારા મો ઉપર કઈક ગંભીર ભાવ જોઈ રહ્યો છું. તું મારી માની જવાબદારી લેવા અચકાય છે કે શું???
યોહાન : ગુરુજી મારું એવું તે શું અહોભાગ્ય કે આપની માની જવાબદારી હું સંભાળું. પરંતુ હાલમાં હું એક ગંભીર સમસ્યામા અટવાયેલ છું.
ઈસુ : વ્હાલા, એવી તે શી બાબત છે જે તને ચિંતિત કરી રહી છે. વળી તારા માતા–પિતા અને પત્ની જોવામાં નથી આવતા. તે લોકો ક્યા છે?
યોહાન : ગુરુજી તેઓ તો સમસ્યાનું મૂળ કારણ છે. પાછલા કેટલાક મહિનાઓથી મારી પત્ની અને માતા–પિતા વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે. પંદર દિવસ પહેલા મારી પત્નીને મારા માતા–પિતા સાથે ઝગડો થઇ ગયો. તે અમારુ ઘર મુકીને ચાલી ગઇ છે. મારી પત્નીએ પૂર્વશરત મુકેલી છે કે જ્યાં સુધી મારા માતા–પિતા અમારી સાથે રહેશે ત્યાં સુધી તે સાસરે પાછી આવશે નહી.
ઈસુ : પછી??? (ઇસુના મુખ ઉપર એક ચિંતાનો ભાવ દેખાઇ આવે છે.)
યોહાન : ગુરુજી, મે મારા માતા–પિતાને વૃધાશ્રમમા મુકવાનું નક્કી કરેલ છે. હવે આપ જ બતાવો કે આ વિકટ પરિસ્થિતિમાં કયા મુખે મારા માતા–પિતા અને પત્નીને જણાવું કે હું આપની માને રાખવા તૈયાર છું. (દુખ વેઠતાં ઈસુ આ પરિસ્થિતિમા પણ વાર્તાલાપ ચાલુ રાખે છે.)
ઈસુ : પ્રિય, આ વિકટ પરીસ્થીતીનુ નિર્માણ કેવી રીતે થયુ???.
યોહાન : ગુરુજી મારી પત્ની પાસ્ખાપર્વની ઉજવણી માટે આજે યરૂશાલેમ આવેલ છે. જો તમે મને થોડો સમય આપો તો હું તેને બોલાવી લાવું.
(યોહાન થોડે દુર જઇ પોતાની પત્નીને બોલાવી લાવે છે. બન્ને ક્રુસની બાજુમાં ઉભા થાય છે.)
ઈસુ : વ્હાલાઓ શું પ્રશ્ન છે? (યોહાન બોલવા જતા પહેલા જ પત્ની જવાબ આપે છે.)
પત્ની : ગુરુજી શું જણાવું??? આજે અમારી ઉંમર ૩૦ અને ૩૫ વર્ષ છે, જ્યારે મારા સાસુ અને સસરાની ઉંમર ૭૦ અને ૭૫ છે. કદાચ આ જ બાબતે અમારી વચ્ચે મતભેદ છે. અમારી વાત સમજવા માટે નથી મારા સસરા પાસે બુધ્ધી કે સાસુ પાસે અક્કલ. બળદગાડીના જમાનામા જન્મેલા મારા સાસુ-સસરા અમારા જેટલુ દુર જોઈ-વિચારી શકતા નથી. આજ બાબતને લઇ અમારા ઘરનું વાતાવરણ હંમેશા સંઘર્ષપૂર્ણ રહે છે.
યોહાન : મારી પત્નીની આ વાત યોગ્ય છે. હું તો મારા માતા–પિતાની બાબતોને સ્વીકારી લઉં. પરંતુ મારી પત્ની કે જેણે કોઇ જ ભૂલ કરેલી નથી તે આ બાબતને કેવી રીતે સ્વીકારે. ભૂતકાળમા મારા માતા–પિતાએ કરેલા બધા જ ઉપકારોને હું મારા માથા ઉપર રાખું છે. પરંતુ વર્તમાનમાં તેમના ઝગડાળુ સ્વભાવ સાથે હુ કેવી રીતે સરળતાથી જીવી શકું???
ઈસુ : વ્હાલાઓ, જ્યારે પણ જળનો સ્તોત્ર વ્હેતો હોય ત્યારે કદી પણ એક સીધી લીટીમા વ્હેતો હોતો નથી. પરંતુ જ્યારે આ સ્તોત્રના જળને ગમે ત્યાથી ચાખીએ ત્યારે તે અમ્રુત સમાન મીઠું જ હોય છે. કારેલા ગમ્મે તેટલા કડવા હોય પણ છેલ્લે શરીરની તંદુરસ્તી માટે અમ્રુત સમાન જ હોય છે. તેવી જ રીતે કદાચ તમને તમારાં માતા-પિતાનો સ્વભાવ વાંકોચુંકો અને કડવો લાગતો હોય પરંતુ છેવટે આખા કુટુમ્બ માટે તે અમ્રુત સમાન જ બની રહે છે. કેટલીય વાર એવું બન્યું હશે કે તમારો સ્વભાવ અયોગ્ય હશે, પરંતુ તેઓએ તમને કદી ઘરથી બહાર કાઢી મુક્યા નથી. તમારા માતા-પિતાએ તમને હમ્મેશા સુધાર્યા છે.
યોહાન : મારા માતા-પિતા પણ અહી નજીક્મા જ ઊભા છે કે જેમણે અમને અન્યાયભર્યો વર્તાવ કર્યો છે. તમે જ તેમને પૂછી લો. (યોહાન ક્રુસની નજીક ઉભા રહેલા માતા-પિતાને બોલાવી લાવે છે, તેમની આંખોમાં આંસુની ધારાઓ વહી રહી છે. ઈસુ યોહાનના માતા-પિતાના વાર્તાલાપને ધ્યાનથી સાંભળે છે.)
યોહાનના પિતા : મારા દિકરાના કહેવા મુજબના અન્યાયની તો મને ખબર નથી. પરંતુ હા મે મારી સંપતિનો થોડો વધુ ભાગ મારા નાના પુત્રને આપ્યો છે. યુવાનીમા મારો નાનો દીકરો મારી સાથે લડાઇ કરી સંપતિનો અડધો ભાગ લઇ અલગ ગયો હતો. બધુ જ અમનચમનમા ઉડાવી માર્યુ. છેવટે તે મારી પાસે આવ્યો. તે એક મોટી નાણાકીય ભીડમાં સપડાયો હતો. એક પિતા તરીકે હુ તેને કેવી રીતે એકલો અટુલો મુકી દઉ. મને ખબર છે કે મારો મોટો પુત્ર આ બાબતથી થોડો નારાજ છે.
દિકરાની પત્ની : આ જ તો બાબત છે. જેટલી મહેનત અને કમાણી આપનો નાનો દીકરો કરે છે તેટલી જ મહેનત અને કમાણી મારા પતિ કરે છે. અરે હું તો કહું છું કે તેથીય વધુ. તો પછી આ અન્યાય શા માટે???
ઈસુ : વ્હાલાઓ, હું તમને એક બાબત કહેવા માગું છું. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય પરંતુ જો દિલમાં પ્રેમ હોય તો ખરાબ પરિસ્થિતિ પણ ત્રાસદાયક રહેતી નથી. તમને યાદ છે મે એક વાર તમારા ગામમા આવી જ એક ઉડાવ દીકરાની દ્રષ્ટાંતકથા કહી હતી. મારા કહેવા મુજબ જ તારા પિતાએ એક તરફ તારા ઉડાવ ભાઇને માફ તો કર્યો છે તો બીજી તરફ તને એક આદર્શવાદી ઉત્તમ દિકરા તરીકે સ્વીકાર કરેલો છે. આમ ક્યા સુધી જીવનની બાબતોને કડવાશથી લઇ હૃદયમા કોતરી રાખીશુ. જે પણ વ્યક્તિ હૃદયની ભાષા બોલવાના બદલે બુદ્ધિની ભાષા બોલવાનું શરૂ કરશે તેનું કુંટુંબ તો તૂટવાનું જ. તારી સાથે પણ આ જ થયું છે. હાલમા તુ જે ભાષા બોલી રહ્યો છે તે બુદ્ધિની ભાષા છે કે જેમા લોકો દિલ કહે તેમ નહી પણ દિમાગ કહે તેમ બોલે છે.
(યોહાનની વાણી-વર્તનમાં પરિવર્તન આવી રહ્યું છે.)
ઈસુ : વ્હાલાઓ જીવનની આ યાત્રામા હૃદયનું કામ છે હસતા રહેવાનું અને હસાવતા રહેવાનું. અનુભવી વ્યક્તીઓના કહેવા મુજબ બુદ્ધિ સામેવાળાને ચુપ કરીને તેના પર પોતાનુ વર્ચસ્વ જમાવતી હોય છે. તેથી જ જીવનમા બુદ્ધિને સ્થાને હૃદયને સ્થાન આપવુ રહ્યુ. દરેક્ના જીવનમા પાનખર આવતી જ હોય છે. વ્હાલાઓ એટલી વાત યાદ રાખજો કે એક દિવસ તમે પણ વૃદ્ધ થશો. તમારે તે ભૂલવાનું નથી.
(યોહાન અને તેની પત્નીના મુખ પર દુખની લાગણીઓ દેખાઈ રહી છે. તેમના આંખમાંથી આંસુ સરી રહ્યાં છે.)
યોહાન અને તેની પત્ની : ગુરુજી અમે અમારા માતા-પિતાને કરેલા અન્યાયથી દુઃખી છીએ. હવે અમે શું કરીએ???
ઈસુ : તમે સમાજના એક ભાગ છો અને સમાજ તમારા પાસેથી આવા પ્રકારનુ જીવન તો ન જ શીખી શકે. પહેલા તો તમે તમારા માતા-પિતાને તમારે ઘરે લઇ જાઓ. ત્યાર પછી જ મારી મા તમારે ત્યાં આવશે. જો તમે તમારી માતાને જ ન રાખી શકો તો મારી માતાને કેવી રીતે રાખી શકવાના છો???.
યોહાન અને તેની પત્ની(આખમા આંસુ સાથે) : ગુરુજી અમે અમારા માતા- પિતાને લઇ જવા તૈયાર છીએ.
ઈસુ : (મોટા સાદે) હે પિતા આ લોકોને માફ કરો કે જે આજે પણ પોતાનાં માતા- પિતાને સાથે રાખવા તૈયાર નથી. તમે તેમને પ્રેરણા આપો કે તેઓ પોતાનાં માતા-પિતાને સમજી શકે.
(આટલું બોલી ઈસુ પોતાના પ્રાણ પિતાને સોંપી દે છે. યોહાન અને તેના પત્ની, યોહાનના મા-બાપ અને માતા મરીયમ સૌની આંખમા આંસુ છે. એક ગુરુ અને વ્હાલસોયા દિકરાને એક આક્રંદભર્યા ડુસકાથી વિદાય અપાઇ રહી છે.) આમીન.
*પવિત્ર શુક્ર્વારના બપોરના ત્રણ વાગેનુ ચિંતન*
આજે પવિત્ર શુક્ર્વાર. પ્રભુ ઇસુનો ક્રુસ ઉપર મહાન બલિદાન આપવાનો દિવસ. આમ જોઇએ તો આ ચોવિસ કલાકમા ઘણી ઘટના ઘટી હતી. પરંતુ આજે આપણે બે બાબતોનુ ચિંતન કરીએ.
*(૧)ઇસુ જૈતુન વાડીમાં પ્રાર્થના કરે છે.*
ઇસુને ખબર છે કે હવે તેમણે એક ભયંકર ક્રુસની વેદનામાંથી પસાર થવાનુ છે. નાનપણથી જ ઇસુ પાસ્ખાપર્વની ઉજવણી કરવા યરૂશાલેમ આવતા હતા. રોમન રાજાઓ લોકોને પોતાની ક્રુરતાનો પાઠ ભણાવવા માંગતા હતા. આથી કરીને તેઓ દર વર્ષે પાસ્ખાપર્વને ટાણે યરૂશાલેમ આવતા શહેરના માર્ગો પર ગુનેગારોને ક્રુસની શિક્ષા કરતા. આ શિક્ષા એટલી તો ક્રુર હતી કે જોનાર ખરેખર કંપી ઊઠે અને બોલી ઉઠે કે કદી પણ રોમન સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવવો નહીં. ઈસુએ આવા દુઃખ વેઠતા અને રિબાઈ રિબાઈને મરતા ગુનેગારોને નજરે જોયા હતા. પોતે પણ હવે આ જ માર્ગે ચાલી નીકળેલા છે. પરંતુ ફરક એટલો જ છે કે પોતે નીરઅપરાધી છે. પોતે ક્રુસની શિક્ષા સહન કરવા કોઇ જ ગુનો કર્યો નથી. ઈસુ હવે ક્રુસની શિક્ષાના ભૂતકાળ અને ભવિષ્યમા જઇને આ શિક્ષાથી વધુને વધુ જાગૃત બને છે. એક પ્રકારની બીક અને ચિંતાનુ કિરણ આખા શરીરમાંથી પસાર થઈ જાય છે. જે ઇસુ હાલ સુધીમાં ખૂબ જ મક્કમ હતાં તેમાં થોડી નરમાશ આવી જાય છે. શા માટે ૩૩ વર્ષ જેવી યુવાન વયે ક્રુસ ઉપર નિર્દોષ મરી જવું. અંતે મુખમાંથી પરમપિતાને પ્રાર્થના સરી પડે છે કે હે પરમપિતા જો શક્ય હોય તો આ દુઃખનો પ્યાલો મારી આગળથી હટાવી લો. આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી ગયું છે. વિજ્ઞાનના કહેવા મુજબ જ્યારે આ રીતે લોહીનુ પરિભ્રમણ વધી જાય ત્યારે શરીરની નસોમાંથી લોહી પસીના રુપે બહાર નીકળવા લાગે છે અને વ્યક્તીને લોહીનો પસીનો થાય છે. વળી ઇસુના મનમા કદાચ એમ પણ આવ્યુ હોય કે રાત્રિના આ અંધકારમાં ભાગી જવું. વળી તેમના મિત્ર લાજરસનું ગામ બેથની અહીથી માત્ર દોઢ કિલોમીટર જ દૂર છે કે જેને તેમણે થોડા દિવસ પહેલાં સજીવન કર્યો હતો. વળી જો ઇસુ લાજરસના ગામમાં ભાગી જાય તો પછી તે કોઈના પણ હાથમાં આવી શકે નહીં. પુરોહિતો, મુખ્યપુરોહિતો અને તેમના મડતીયાઓએ ઇસુને પકડવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડે.
મારુ શ્રધ્ધાથી માનવું છે કે ઇસુ પોતાના માતા મરિયમ સાથે દર વર્ષે અહીંથી પસાર થતાં હશે. કદાચ માતા મરિયમ દર વર્ષે ઇસુને ક્રુસ બતાવી કહ્યું હશે કે એક દિવસ તારે પણ તારા લોકો માટે આ ક્રુસ ઉપર મરી જવાનું છે. કદાચ આ બાબત ઇસુને નિર્ણય લેવા ખૂબ જ મદદરૂપ થાય છે. હવે ઇસુ પોતાની પ્રાર્થના બદલે છે અને કહે છે કે હે પરમપિતા મારી નહીં પરંતુ તમારી ઈચ્છા પૂરી થાઓ. અને આમ ઈસુ પોતાની જાતને સૈનિકોને સમર્પિત કરે છે.
*ઈસુની જૈતુન વાડીની પ્રાર્થનાથી ચોક્કસ ઇસુની ક્રુસની સજા રદ થતી નથી પરંતુ આ પ્રાર્થના પછી ઇસુ હવે ક્રુસને નવી દૃષ્ટિથી જુએ છે. હવે ઇસુ માટે ક્રુસ સજાનું સાધન નહીં પરંતુ દરેકે દરેક વ્યક્તિના મુક્તિનું કારણ બને છે. શું આપણા જીવનમાં આવતા ક્રુસને આપણે પ્રાર્થનાઓ થકી દૂર થવા કહીશું કે પછી આપણા દુઃખને નવી દ્રષ્ટિથી જોવા કેળવીશું. જ્યારે આપણા દુઃખને ઇસુની જેમ નવી દ્રષ્ટિથી જોઈએ છે ત્યારે ચોક્કસ આપણે પણ ઇસુ જેટલા જ હકારાત્મક બનીએ છીએ. આપણા દુઃખોમાં ઈસુની જેમ આપણે પણ જૈતુન વાડીમાં પ્રાર્થના કરતા રહીએ.*
*(૨) ઇસુ બોલ્યા, ‘પૂરું થયું!’*
*”ખાટો દ્રાક્ષાસવ લીધા પછી ઇસુ બોલ્યા, ‘પૂરું થયું!’ આમ કહીને માથું નમાવીને તેમણે પ્રાણ સોંપી દીધા.”*
ગુજરાતીમા આપણે કહીએ છીએ ‘પૂરું થયું’. ઇંગલિશ ભાષામાં આપણે કહીએ છીએ It is finished. પરંતુ ગ્રીક ભાષામા તે માટે શબ્દ આપેલો છે *Tetelestai (તેતેલેસ્તાઇ).* આ શબ્દના મુળ અર્થને સમજવા પ્રયત્ન કરીએ. થોડા વખત પહેલાં કેટલાક પુરાતત્વવિદોએ પવિત્ર ભૂમિ યરૂશાલેમમાં ખોદકામનુ કામ હાથ ધર્યું. આ ખોદકામમાં તેમને કરવેરો ઉઘરાવતી એક ઓફિસ હાથમાં લાગી. શોધખોળ કરતાં કર ઉઘરાવવાને લગતા કેટલાક દસ્તાવેજો તેમના હાથમાં લાગ્યા. ઘણા બધા દસ્તાવેજોને અંતે આ શબ્દ Tetelestai (તેતેલેસ્તાઇ) લખવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો થતો હતો કે કાગળમાં દર્શાવેલ લોકોએ કરવેરાની ચુકવણી કરી દીધેલી છે. હવે આ લોકોએ કોઈ કરવેરાની ચૂકવણી કરવાની બાકી રહેતી નથી.
*ઈસુ પણ આ જ શબ્દ બોલ્યા હતા Tetelestai (તેતેલેસ્તાઇ). તેનો શો અર્થ થતો હશે ??? ઇસુએ કહ્યું સમાપ્ત થયું, પૂર્ણ થયું. પરંતુ આપણા મનમાં પ્રશ્ન થાય શું સમાપ્ત થયું ??? શું પૂર્ણ થયું ???* *બાબત એ જ સાબિત થાય છે કે ઇસુએ આપણા સર્વ માટે ક્રોસ પર મરી જઇને આપણા સર્વ પાપો માટેની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે. હવે આપણે કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.* આજે ઇસુ આપણ સર્વને એક અદ્દભુત સ્વતંત્રતા બક્ષે છે. ઇશ્વરની આ અદ્દભુત સ્વતંત્રતામા આનંદથી રહીએ. આમીન.
*“તમે સૌ જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતારો.” આમીન.*
[02/04, 20:57] Br Eric Makwana SJ: *તપઋતુ ચિંતનકણિકા દિવસ - 46*
*ઇસુની દફનવિધિ*
“નાઝરેથના ઇસુ યહૂદીઓના રાજા” ના પદ, પ્રતિષ્ઠા અને સંપૂર્ણ સન્માન સાથે ઈસુ શુક્રવારે ત્રણ વાગ્યે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યાં.
સામાન્ય રીતે વ્યક્તિના ક્રુસના મૃત્યુ પછી જે તે વ્યક્તિની લાશ ક્રુસ ઉપર ટીંગાઇ રહેતી. પરંતુ ઘણીવાર જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેના કુટુંબીજનો દ્વારા તેની લાશ માગવામાં આવતી. રોમન કાયદા મુજબ જે તે સગાસંબંધીની આ પ્રકારની માંગણીને ધ્યાનમા રાખી લાશ સોંપવામાં આવતી.
હવે સાંજે સૂર્યાસ્ત થતાં વર્ષનો સૌથી મોટો વિશ્રામવાર શરૂ થવાનો છે. જો સૂર્યાસ્ત પહેલાં વ્યક્તિના શબને ક્રુસ ઉપરથી ઉતારી લેવામાં ન આવે તો પછી શબ આખો શનિવાર ક્રુસ ઉપર જ રહે. શબ ક્રુસ ઉપર રહે એમ યહુદીઓ ઈચ્છતા નહોતા. વળી, એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબને ઉતારાવી લો. સૈનિકો પ્રથમ ઇસુની સાથે જડાયેલા બે જણાના એક પછી એક કરીને પગ તોડી નાખે છે. જ્યારે તેઓ ઇસુ પાસે આવે છે ત્યારે માલૂમ પડે છે કે એ તો મરણ પામી ચૂક્યા છે.
આરિમથાઇનો યોસેફ અને નિકોદેમસ ઇસુને ક્રુસ પરથી ઉતારી લેવા પિલાતની રજા માગે છે. રોમન કાયદા મુજબ તેમને રજા મળે છે. ઇસુના દફન માટે તેઓ આશરે અઢી મણ બોળ અને અગરુંનુ મિશ્રણ લઇ આવે છે. યહૂદીઓની દફન વિધી અનુસાર સુગંધી દ્રવ્ય સાથે ઇસુના શબને શણના કાપડમા વિંટાળવામા આવે છે. આપણને જાણ છે તે મુજબ ખોપરીની જગ્યાએ એક તૃતિયાંશ ભાગ હજુ પણ વણવપરાય રહેતો હતો. અહીંયા એક વણવપરાયેલી કબર હતી. ઇસુને પૂરા સન્માન સાથે આ કબરમાં દફનાવવામાં આવે છે. આમીન.
સૌજન્ય...ફા. નિલેશ મેકવાન
Comments
Post a Comment