"દૂત"સ્વયં સેવક સંમેલન 2022

     આગમન ઋતુના પ્રથમ રવિવારે ગુજરાતી કેથોલિક સમાજના એક માત્ર 100 વર્ષ જૂના સામયિક "દૂત" ના સ્વંય સેવકોનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવે છે.
     આ વર્ષે આ સંમેલન તારીખ 12.12.22 ને સોમવારે કોમ્યુનિટી હોલ ગામડી ખાતે યોજવામાં આવ્યું હતું. કામકાજ અને નોકરીનો ચાલુ દિવસ હોવા છતાં લગભગ 75 જેટલાં સ્વંય સેવકો આ સંમેલનમાં હાજર રહ્યાં હતાં. 
     આગમન અને ચ્હા-નાસ્તા બાદ "દૂત"ના પ્રકાશકશ્રી, પૂજય ફાધર ફ્રાન્સિસ પરમાર એસ.જે. તથા "દૂત"ના મુદ્રકશ્રી, પૂજય ફાધર એન્થની પિચાઈની અધ્યક્ષતામાં સવારે 10.00 વાગે યોજાયેલ આ સંમેલનમાં શ્રી માર્ટીનભાઈ(ઓફિસ વ્યવસ્થાપકશ્રી)એ સૌનું સ્વાગત કર્યું હતું. બાદમાં એક સામૂહિક ભજનથી આ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી જયંતીભાઈ.આઈ.પરમારે ( સાગોડપૂરા,આણંદ) શાસ્ત્રપાઠનું વાંચન કર્યું હતું. બાદમાં શ્રી જોસેફભાઈએ (વલાસણ) સૌને પ્રાર્થનામાં દોરીને સંમેલનને ખુલ્લું મૂક્યું હતું. બાદમાં પૂજય ફાધર ફ્રાન્સિસનું શ્રી સિલાસભાઈ વાઘેલા ( આમોદ)એ અને પૂજય ફાધર એન્થનીનું શ્રી પ્રફુલ્લભાઈ પરમારે ( ચાવડાપૂરા ) બુકે આપી સ્વાગત કર્યું હતું.
     બાદમાં ઉપસ્થિત તમામ સ્વંય સેવકોના 10,10 ના સાત ગૃપો બનાવીને નીચેના ચાર મુદ્દાઓ પર તમામ ગૃપમાંથી ત્રણ ત્રણ સુચનો મુદ્દાઓ એકત્ર કરીને ગૃપના પ્રતિનિધિ દ્વારા સૌ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.

1. "દૂત" સ્વંય સેવક તરીકેના મીઠા અનુભવો 
2. "દૂત"ની ગ્રાહક સંખ્યા વધારવા શું કરી શકાય ? 
3. "દૂત" સ્વંય સેવક તરીકે પડતી મુશ્કેલીઓ અને 
4.  ઉપરોક્ત મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો

     તમામ ગૃપની રજૂઆત વખતે સૌનો એક સૂર એવો જણાતો હતો કે સૌને આ કાર્ય કરવામાં પૈષિતિક આનંદ અને ગૌરવની લાગણી થાય છે.
    તમામ ગૃપની રજૂઆતો પછી ફાધર ફ્રાન્સિસે તમામ મુદ્દાઓ/સૂચનોનો સ્વીકાર કરતાં એ તમામનું નિરાકરણ લાવવાના રસ્તાઓ શોધીને પ્રયત્ન કરવામાં આવશે એમ ખાત્રી આપવામાં આવી હતી. અને સૌને આશીર્વાદ આપવામાં આવ્યા હતાં.

અંતમાં આભારવિધિ શ્રી માર્ટીનભાઈએ કરાવી હતી.

સૌ પ્રિત ભોજન અને સ્મૃતિ ભેટ લઈ હરખાતાં હૈયે છૂટાં પડ્યાં હતાં.
















































Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26